બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:32 PM, 26 July 2025
આજે વહેલી સવારથી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સૌથી વધુ 2.9 ઈંચ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં નોંધાયો છે. આ સિવાય વડોદરાના કરજણમાં 1.6 ઈંચ, ડાંગના સુબીરમાં 1.5 ઈંચ, સુરતના ઓલપાડમાં 1.4 ઈંચ વલસાડના ધરમપુરામાં 1.4 ઈંચ, સુરતના બારડોલીમાં 1.3 ઈંચ, માંડવીમાં 1.3 ઈંચ, કામરેજમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન 35 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી સુરતના માંડવીમાં 23 મિ.મી., વ્યારામાં 22 મિ.મી. અને સુરત શહેરમાં 20 મિ.મી વરસાદ પડ્યો છે. આમ આજે આખા દિવસ દરમિયાન 11 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જે પૈકી સાંજે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં વડોદરાના કરજણમાં ધોધમાર સવા ઈંચ વરસાદ ખાબક્યો હતો.
અત્યાર સુધીમાં સિઝનનો કુલ સરેરાશ ૫૫.૨૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.64 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતીઓ એલર્ટ રહેજો! વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા ભૂક્કા કાઢશે
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 59.42 ટકા જેટલો જળસંગ્રહ થયો છે . રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 61.06 ટકા જેટલા પાણીનો હાલ સંગ્રહ છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે 206 ડેમો પૈકી કુલ 28 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 48 ડેમને હાઈ એલર્ટ, 19 ડેમને એલર્ટ તથા 23 ડેમને વોર્નીંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 62 ડેમ 70 ટકાથી 100ટકા, 41 ડેમ 50 ટકાથી 70 ટકા તથા 38 ડેમ 25 ટકાથી 50 ટકા જેટલા ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.