બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / વિસાવદર બેઠક જીતાડવામાં નિષ્ફળ છતા જયેશ રાદડીયાને કેબિનેટ મંત્રી બનાવવા પડશે? સમજો સમીકરણ
Last Updated: 09:57 PM, 23 June 2025
Jayesh Radadiya : ગુજરાતની રાજનીતિમાં આજે બે એવી ઘટના બની કે જેને સૌ કોઈને ચોંકાવી દીધા. પ્રથમ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત અને બીજા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું. હવે આપણે વાત કરીએ વિસાવદરની તો સૌરાષ્ટ્રની વિસાવદરની બેઠક આખરે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાએ જીતી લીધી છે. હવે એવી ચર્ચા શરુ થઈ છે કે, ભાજપના મોટા નેતા જયેશ રાદડીયા સામે હાઈકમાન્ડ નારાજ છે અને ટૂંક સમયમાં કાર્યવાહી કરી શકે છે.
ADVERTISEMENT
જોકે સ્થાનિક મત અને અહેવાલો મુજબ જો જયેશ રાદડીયાએ વિસાવદરની સંપૂર્ણ જવાબદારી સંભાળી ન હોત તો ભાજપના કિરીટ પટેલને અત્યારે જેટલા મત મળ્યા છે તેનાથી ઘણા ઓછા મત મળ્યા હોત. બીજી બાજુ ગોપાલ ઇટાલિયાને ઐતિહાસીક જીત મળતા જ હવે વિરોધ પક્ષોનો આત્મવિશ્વાસ વધી જશે. તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપને પછાડવા માટેની કામગીરી પણ ચાલુ કરી દેશે. આ ઉપરાંત કેજરીવાલની નજર 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પર મંડાશે જેને લઈને આપના મોટા નેતાઓની ગુજરાતની અવરજવર પણ વધી જશે.
ADVERTISEMENT
જયેશ રાદડિયા સામે કાર્યવાહી થશે કે મંત્રીપદ ?
આ સ્થિતિમાં જો ભાજપ હાઈકમાન્ડ જયેશ રાદડીયા સામે કોઈ પણ કાર્યવાહી કરે તો ભાજપની હાલત વધુ કફોડી બની જશે. કેમકે વિસાવદર બેઠક ભાજપ ભલે હારી ગયું હોય પણ જયેશ રાદડીયાનુ વર્ચસ્વ આજે પણ એવુ જ છે. જયેશ રાદડીયાની નારાજગી પોષાય તેમ નથી. સૂત્રો એવુ જણાવે છે કે, આગામી સમયમાં જ્યારે પણ વિસ્તરણ થશે જયેશ રાદડિયાને કેબિનેટનુ મંત્રીપદ જ આપીને ખુશ કરી દેવાશે. જો આવુ થાય તો જ જયેશ પોતાના વર્ચસ્વનો લાભ ભાજપને અપાવશે. જો નારાજ થશે તો તેઓ નિષ્કિય થઈ જશે જેથી ભાજપને વધુ નુકસાન પણ થઈ શકે છે.
ADVERTISEMENT
તમારે કિરીટને મત નથી આપવાના પણ જયેશભાઈનું ઋણ...
ADVERTISEMENT
વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી બે ત્રણ દિવસ પહેલા ભાજપના મોટા નેતાઓને હારની ભીતિ દેખાઈ હતી. તેથી તેઓએ ઘરે ઘરે જઈને મતદારોને એવુ કહ્યુ હતુ કે, તમને કિરીટ પટેલ સામે ભલે ગમે તેટલો વાંધો હોય પણ તમારે તેમને જ મત આપીને જયેશભાઈનુ ઋણ ઉતારવાનુ છે. જોકે લોકોને ઈમોશ્નલી બ્લેકમેઈલ કરવાનો કીમિયો પણ કારગત નિવડ્યો નહોતો.
ADVERTISEMENT
આ તરફ હવે એવી ચર્ચા છે કે, ભાજપે કિરીટ પટેલને ટિકીટ આપ્યા બાદ એવો ગણગણાટ શરૂ થયો હતો કે, કિરીટની છબી દાગી નેતા તરીકેની છે. તેમની સામે કરોડોના કૌભાંડનો આક્ષેપ છે. એક તબક્કે જયેશ રાદડીયાએ એવુ કહ્યુ હતુ કે, જો કિરીટ આટલા બધા દાગદાર હોવાની જાણ મને વહેલી પડી હોત તો હું વિસાવદરની બેઠક જીતાડવાની જવાબદારી જ ન લેત. જોકે હવે આગામી સમયમાં જ ખબર પડશે કે જયેશ રાદડિયાને મંત્રીપદ મળે છે કે કેમ ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.