બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારનાં 4 વર્ષ પૂર્ણ, જાણો સંઘર્ષથી સિદ્ધિ સુધીની સફર
Last Updated: 11:17 AM, 13 September 2025
Bhupendra Patel Government : ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે તેમના કાર્યકાળના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. તારીખ 13 સપ્ટેમ્બર, 2021ના રોજ રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે રિન્યુએબલ એનર્જી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર અને ઔદ્યોગિક વિકાસ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. મુખ્યમંત્રીએ આ સમયગાળા દરમિયાન અનેક મોટા નિર્ણયો લીધા અને કાર્યરત યોજનાઓ અમલમાં મૂકી, તેમણે જનજાગૃતિ, સરળ વહીવટ અને વ્યાપક વિકાસની દિશામાં રાજ્યને મજબૂતપણે આગળ ધપાવ્યું છે.
ADVERTISEMENT

આવો જાણીએ કોર્પોરેટરથી CM સુધીની યાત્રા
ADVERTISEMENT
ભૂપેન્દ્ર પટેલનો રાજકીય પ્રવાસ એક સામાન્ય કોર્પોરેટર તરીકે શરૂ થયો હતો. 1962માં જન્મેલા પટેલે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા મેળવ્યા બાદ 1987માં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. મેમનગર નગરપાલિકાના ચેરમેનથી લઈને AMC સ્કૂલ બોર્ડ, AUDAના ચેરમેન અને ધારાસભ્ય તરીકેની ભૂમિકા બાદ 2021માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. અહીં સૌથી મોટી વિશેષ વાત તો એ છે કે, તેઓ પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ સીધા મુખ્યમંત્રી બન્યા.

ADVERTISEMENT
ઉભરતા ક્ષેત્રોમાં ગુજરાતનું નેતૃત્વ
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે પેટ્રોલિયમ અને પરંપરાગત ઊર્જાના વિકલ્પ રૂપે રિન્યુએબલ એનર્જીમાં વિશ્વસનીય પ્રગતિ કરી છે. સોલાર અને વિન્ડ એનર્જી ક્ષેત્રે મોટા રોકાણોને આકર્ષી રાજ્યને ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં પગલાં ભરાયા છે. આ સાથે વડોદરા અને ગાંધીનગર જેવા શહેરો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. સરકારના દૃઢ નીતિ-નિર્ધાર અને સ્પષ્ટ વિઝનને કારણે રાજ્યમાં હાઇ ટેક ઇન્ડસ્ટ્રીઝનું નેટવર્ક ઝડપથી વિકસતું જઈ રહ્યું છે.
ADVERTISEMENT

સ્વચ્છતા અને કાયદો વ્યવસ્થામાં મક્કમતા
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદના ચંડોળા તળાવ ખાતે 4 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. આ સાથે દ્વારકા અને સોમનાથમાં પણ મોટાપાયે જમીનો મુક્ત કરાઈ છે, દ્વારકામાં 1.54 લાખ અને સોમનાથમાં 4.79 લાખ ચોરસ મીટરથી વધુ જમીન ફરીથી જનહિતમાં ઉપલબ્ધ કરાઈ છે.

ADVERTISEMENT
વીજદર ઘટાડો અને જમીન પ્રોસેસમાં સરળતા
આ સાથે જનતા પર અર્થતંત્રના ભારને ઘટાડવા રાજ્ય સરકારે વીજદરમાં 15 પૈસાનો ઘટાડો કરીને આશરે ₹400 કરોડનો સીધો લાભ આપ્યો છે. આ સાથે જ ખેતીની જમીનના વેચાણ અને ઉપયોગમાં સરળતા લાવવા ‘શરતફેર’ પ્રક્રિયાને સરળ બનાવી ખેડૂતો માટે મોટો રાહતપૂર્વકનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી જમીનની વેચાણ પ્રક્રિયા ઝડપી અને પરદર્શી બની છે, જેને કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે જમીન વ્યવહારનો રસ્તો સરળ બન્યો છે. સરકારે લગભગ 50 જેટલા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લીધા છે. જાહેર ભરતી અને બોર્ડની પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા કડક કાયદાઓ અમલી બનાવવામાં આવ્યા છે. આ બધું રાજ્યમાં ન્યાયસંગત અને પરદર્શી શાસનની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
છેલ્લે વાત કરીએ તો આ ચારેક વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે સતત સેવા, પારદર્શક વહીવટ અને વિકાસલક્ષી દૃષ્ટિ દ્વારા રાજ્યને આગળ ધપાવ્યું છે તે બદલ તેઓના નેતૃત્વને ન માત્ર રાજ્ય સ્તરે પણ રાષ્ટ્રીય સ્તરે સરાહના થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.