બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાયલોટ નહીં, તો આ કારણોસર અમદાવાદમાં થયેલું પ્લેન ક્રેશ! દુર્ઘટનામાં સામે આવ્યો નવો ટ્વિસ્ટ

દાવો / પાયલોટ નહીં, તો આ કારણોસર અમદાવાદમાં થયેલું પ્લેન ક્રેશ! દુર્ઘટનામાં સામે આવ્યો નવો ટ્વિસ્ટ

Priykant Shrimali

Last Updated: 10:26 AM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશ મામલે હવે ફરી એકવાર ચોંકાવનારો દાવો, દુર્ઘટનાનું મુખ્ય કારણ પાયલોટ નહીં પણ વિમાનની અંદર થયેલ...

Ahmedabad Plane Crash : 12 જૂન 2025નો દિવસ ન માત્ર ગુજરાતી પણ દેશવાસીઓ પણ ક્યારેય નહીં ભૂલી શકે. વાસ્તવમાં આ જ દિવસે અમદાવાદના મેઘાણીનગર નજીક અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ દુ:ખદ દુર્ઘટનામાં ફ્લાઇટમાં સવાર 242 લોકોમાંથી માત્ર એક વ્યક્તિનો જીવ બચ્યો હતો જ્યારે 241 લોકોના મોત થયા હતા. આ તરફ હવે આ દુર્ઘટનાને લઈ એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. તાજેતરમાં અમેરિકાના વરિષ્ઠ વિમાન દુર્ઘટના નિષ્ણાત અને વકીલ માઇક એન્ડ્રુઝે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે, દુર્ઘટનાનું મુખ્ય કારણ પાયલોટ નહીં પણ વિમાનની અંદર થયેલ શોર્ટ સર્કિટ છે.

પાઇલટને નિર્દોષ ગણાવ્યા, બ્લેક બોક્સ ડેટાની માંગણી

મહત્વનું છે કે, માઇક એન્ડ્રુઝ જે પીડિતોના પરિવારો માટે કેસ લડી રહ્યા છે, તેમણે અમેરિકન કાયદા હેઠળ ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) અને કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) ડેટાની માંગણી કરી છે. એન્ડ્રુઝના જણાવ્યા મુજબ, દુર્ઘટનાના સમયે વિમાને પાણી લીક થવાની ઘટના બની હતી જેના કારણે વિમાનના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં ભેજ પ્રવેશી ગયો અને તેથી શોર્ટ સર્કિટ થયો. તેઓનો દાવો છે કે, શોર્ટ સર્કિટના કારણે વિમાનનું ફ્યુઅલ સ્વીચ આપમેળે બંધ થઈ ગયું હશે જેના લીધે વિમાનનો એન્જિન ફેલ થયો અને દુર્ઘટના સર્જાઈ.

FAA ના સૂચનો પર આધારિત દાવો

એન્ડ્રુઝે તેમની વાતનું આધારરૂપ આપતાં જણાવ્યું કે, તેમની તપાસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા 14 મે 2025ના રોજ બહાર પાડવામાં આવેલી સૂચનાઓ પર આધારિત છે. આ સૂચનાઓ મુજબ બોઇંગ 787 મોડેલના વિમાનોમાં વોટર લાઇન કપલિંગમાં લીકેજના ઘણા કિસ્સાઓ નોંધાયા છે, જેના કારણે ઇલેક્ટ્રોનિક સિસ્ટમોમાં ભેજ પ્રવેશી શકતો હતો અને આ શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. FAA એ પોતાની ચેતવણીમાં સ્પષ્ટ કર્યું હતું કે, આ પ્રકારના લીકેજથી વિમાનના ઘણા વિટાલ કમ્પોનેન્ટ્સ પર અસર થઈ શકે છે, જેમાં કોકપીટના કન્ટ્રોલ પેનલ અને ફ્યુઅલ મેનેજમેન્ટ સિસ્ટમ પણ સામેલ છે.

વિમાનનું મોડેલ પણ ચર્ચામાં

અકસ્માત પામેલું વિમાન બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતું, જે FAA દ્વારા ચિંતાજનક મોડેલ તરીકે દર્શાવવામાં આવ્યો છે. FAA અનુસાર, આ પાણીના લીકેજથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો ભીના થઈ શકે છે અને શોર્ટ સર્કિટ થઈ શકે છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને તેના નિર્દેશોમાં બોઇંગ કંપનીના કેટલાક બોઇંગ મોડેલ એરક્રાફ્ટ જેમ કે 787-8, 787-9, 787-10નો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. અકસ્માતનો ભોગ બનેલું એર ઇન્ડિયાનું વિમાન પણ 787-8 ડ્રીમલાઇનર હતું. સૂચના અનુસાર આ મોડેલમાં ખાસ કરીને પાણીના લીકેજ અને તેની અસરોથી શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ અગાઉથી જ દર્શાવવામાં આવી હતી.

મહત્વનું છે કે, હવે જ્યારે દુર્ઘટનાનું કારણ પાયલોટની ભૂલ કરતાં વધુ એક ટેક્નિકલ ખામી હોવાનું જણાઈ રહ્યું છે, ત્યારે પીડિતોના પરિવારજનોએ ન્યાયની નવી આશા જોઈ છે. માઇક એન્ડ્રુઝ દ્વારા દાખલ કરેલી અરજી અને તેની પાછળના તથ્યો તપાસના દિશાને બદલતા જણાઈ રહ્યાં છે.

VTV Digital દ્વારા અપલોડ કરાયેલ આર્ટિકલમાં પણ આ પ્રકારે જ પાણી લીક અંગે વાત કરી હતી. નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી વાંચો આર્ટીકલ

આ પણ વાંચો : ...તો આ કારણે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું? વિમાન દુર્ઘટનાની તપાસમાં મોટો ઘટસ્ફોટ!

નોંધનિય છે કે, હાલમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય તથા આંતરરાષ્ટ્રીય એવિએશન નિષ્ણાતોની ટીમ દ્વારા ચાલી રહી છે. બ્લેક બોક્સ ડેટાની વિસ્ટૃત તપાસ બાદ જ દુર્ઘટનાનું અંતિમ કારણ ખુલાસો થશે. માઇક એન્ડ્રુઝે સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ દરેક પગલાં એ માટે લઈ રહ્યા છે કે, પીડિતોને સંપૂર્ણ ન્યાય મળી રહે અને આવિષયમાં જવાબદારો સામે કાયદેસર પગલાં લેવાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad plane crash Air India plane crash Mike Andrews
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ