ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સોમનાથમાં ભવ્ય ડ્રોન શો, વીર હમીરજી ગોહિલ-અહિલ્યાબાઈની ઝાંખી, સૂર્યમંડળના દર્શન, PM મોદી અભિભૂત

સ્વાભિમાન પર્વ / સોમનાથમાં ભવ્ય ડ્રોન શો, વીર હમીરજી ગોહિલ-અહિલ્યાબાઈની ઝાંખી, સૂર્યમંડળના દર્શન, PM મોદી અભિભૂત

Published By: Priykant Shrimali

Last Updated: 09:52 PM, 10 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Somnath Swabhiman Parv 2026 : સોમનાથ સ્વાભિમાન પર્વ 2026માં ભક્તિ, ગૌરવ અને આધુનિકતાનો અનોખો સંગમ, અહીં જુઓ Videos

ADVERTISEMENT

Somnath Swabhiman Parv 2026 : સોમનાથની પવિત્ર ભૂમિ પર અસાધારણ આધ્યાત્મિક અને ઐતિહાસિક માહોલ સર્જાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન હેલીકોપ્ટર દ્વારા રાજકોટથી સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ પહોંચ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

સોમનાથ મંદિરના VVIP ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ બાદ વડાપ્રધાન મોદીએ મંદિર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી.

બેઠક પૂર્ણ થયા બાદ તેઓ હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિર તરફ પગપાળા ગયા હતા. આ તરફ દિગ્વિજય દ્વાર પાસે સાધુ-સંતોના આશીર્વાદ અને અભિવાદન સાથે તેમનું ભવ્ય સ્વાગત થયું.

વડાપ્રધાન મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને જલાભિષેક કર્યો અને 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં પણ ભાગ લીધો. મંદિર પરિસરમાં ‘હર હર મહાદેવ’ અને ‘મોદી મોદી’ના ગગનભેદી નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો.

ભવ્ય ડ્રોન-શો

સાંજે સોમનાથ મંદિર પરિસરમાં યોજાયેલ ભવ્ય ડ્રોન-શેાએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આકાશમાં ડ્રોન દ્વારા કુમારપાળ, અહિલ્યાબાઈ હોલ્કર અને હમીરજી ગોહિલ જેવી ઐતિહાસિક વ્યક્તિત્વોની ઝાંખી રજૂ કરવામાં આવી.

સાથે નવગ્રહોના દર્શન અને સોમનાથના ગૌરવભર્યા ઇતિહાસને આધુનિક ટેકનોલોજી સાથે રજૂ કરવામાં આવ્યો. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે આ અનોખો ડ્રોન શો નિહાળ્યો.

આ પણ વાંચો : PM મોદીએ સોમનાથમાં કર્યો ભવ્ય રોડ શો, રાતે 8 વાગ્યે મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં લેશે ભાગ

સંસ્કૃતિનું ગૌરવ અને પરંપરાનો ઉત્સવ

ગઝનવીના આક્રમણને 1000 વર્ષ અને સોમનાથ મંદિરના પુનઃપ્રાણપ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક સંયોગે આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’માં લોકસંસ્કૃતિનો અદ્ભુત રંગ જોવા મળ્યો. નાની બાળાઓથી લઈને વયસ્ક બહેનો સુધીની 100 આહીર રાણીઓ પરંપરાગત વેશભૂષામાં લોકસંગીતના તાલે સંસ્કૃતિનું ગૌરવ રજૂ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Somnath Swabhiman Parv 2026 Grand Drone Show

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ