બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 15 ઇંચ વરસાદ વરસશે? અતિ 'ભારે' આગામી 7 દિવસ, પરેશ ગોસ્વામીની આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

ચોમાસું / ગુજરાતમાં 15 ઇંચ વરસાદ વરસશે? અતિ 'ભારે' આગામી 7 દિવસ, પરેશ ગોસ્વામીની આગાહી

Last Updated: 02:51 PM, 19 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થશે એવી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. સાથે જ હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

1/6

photoStories-logo

1. ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતમાં 15 ઓગસ્ટ પછી ફરી એક વાર વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 18થી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડશે. સાથે જ 19 અને 20 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પરેશ ગોસ્વામીએ કરી ભારે વરસાદની આગાહી

એવામાં હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 15 ઇંચ જેટલો વરસાદ થવાની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે અને તેના આઉટર ક્લાઉડ ગુજરાત પર છે. જેના લીધે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મુંબઈમાં ભારે વરસાદની આગાહી

પરેશ ગોસ્વામીએ કહ્યું, આ સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે. હવે આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જે મજબૂત બનીને વેલ માર્ક લો પ્રેશર બનશે. જેના લીધે આજે અને આવતીકાલે મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. તેમણે મુંબઈવાસીઓને સાવચેત રહેવાની સલાહ આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ

પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી પ્રમાણે આ સિસ્ટમ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો પરથી પસાર થશે. જેના લીધે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં 12થી 15 ઇંચ કરતા પણ વધારે વરસાદ થવાની સંભાવના છે. જયારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની સંભાવના પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આ વિસ્તારોમાં પણ થશે વરસાદ

પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમને લીધે 24 ઓગસ્ટ સુધીમાં કચ્છમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. કચ્છમાં એકથી ત્રણ ઇંચ વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ એકથી ચાર ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. જયારે ઉત્તર ગુજરાતમાં ચાર ઇંચ જેટલો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશને અડીને આવેલા વિસ્તારોમાં 4-5 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ખેડૂતો માટે સારા સમાચાર

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની શકે છે, જે ગુજરાત તરફ આવી શકે છે. જેના લીધે 26 કે 27 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે. આ ખેડૂતો માટે સારા સમાચાર છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારા વરસાદને લીધે શિયાળા અને ઉનાળાના પાક માટે પણ પાણીની વ્યવસ્થા થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Paresh Goswami Gujarat Weather Forecast Gujarat Rains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ