બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં વાવાઝોડું આવી રહ્યું છે! 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, અંબાલાલની આગાહી
Last Updated: 02:17 PM, 4 October 2025
Gujarat Weather Forecast: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય છતાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે, શક્તિ વાવાઝોડાની અસરને કારણે ઘણી જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે નવી આગાહી કરી છે.
ADVERTISEMENT
અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલ બનેલું સાયક્લોન શક્તિ યુ-ટર્ન લઈ શકે છે. આ સિસ્ટમની સીધી અસર રાજ્યના ઉત્તર-પૂર્વ તરફના ભાગો પર જોવા મળશે. આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, ઉત્તર ભારતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદ સાથે પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ થશે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ભારતના વિસ્તારોમાં આશરે 4થી 8 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. આ ભારે વરસાદને કારણે ત્યાં ઠંડીનું પ્રમાણ વધશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે જામનગર, પોરબંદર, રાજકોટ, કચ્છ તેમજ રાજસ્થાનના નજીકના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. આ વરસાદી માહોલ 10 ઓક્ટોબર સુધી ચાલુ રહે તેવી સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું, "શક્તિ વાવાઝોડાની અસર સામાન્ય રીતે લગભગ રાજસ્થાનના ભાગો તરફ જવાની શક્યતા રહેશે. રાજ્યમાં વાવાઝોડાની અસર ખાસ કરીને જામનગરના ભાગો, ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર-પૂર્વના ભાગોમાં જોવા મળી શકે છે." તેમણે એમ પણ કહ્યું, "બંગાળ ઉપસાગરમાં 4થી 8 ઓક્ટોબર વધુ એક સિસ્ટમ સક્રિય થશે. આ બેથી ત્રણ સિસ્ટમની ગતિવિધિના કારણે, ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં, સૌરાષ્ટ્રના દરિયાકિનારા, ઉત્તર જામનગર, રાજકોટ, કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે."

ADVERTISEMENT
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે હાલ બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા છે. આ સિસ્ટમના કારણે દરિયામાં 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ઉપરાંત ગુજરાતના હવામાનમાં 18થી 27 ઓક્ટોબર વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ દરમિયાન તહેવારો ચાલી રહ્યા હશે, ત્યારે તહેવારોના સમયમાં કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી કે 23 ઓક્ટોબર પછી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધવા લાગશે. એટલે કે નવેમ્બરની શરૂઆતમાં ઠંડીનું જોર સ્પષ્ટ અનુભવાશે.
આ પણ વાંચો: 'શક્તિ' વાવાઝોડાની આગાહી વચ્ચે દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ, જુઓ હિલોળા મારતો દરિયો
ADVERTISEMENT
તેમણે એમ પણ જણાવ્યું કે "રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા ગુજરાતના ભાગોમાં, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને પૂર્વ ગુજરાતના ભાગોમાં, તથા પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દરમિયાન પવનની ગતિ વધારે રહેશે. આ વરસાદની સિસ્ટમ લગભગ 10 તારીખ સુધી રહેવાની શક્યતા રહેશે. જો કે વાવાઝોડાનો ટ્રેક તો વારંવાર બદલાતો હોય છે અને હાલ વાવાઝોડું ઉત્તર રાજસ્થાન તરફ જવાની શક્યતા જણાઈ રહી છે. પરંતુ ક્યારે કઈ ઘટના બને એ કહી શકાય નહીં."
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.