બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં નકલીની બોલબાલા! લોકોને 'મામુ' બનાવતી નકલી મહિલા મામલતદાર ઝડપાઈ
Last Updated: 08:40 PM, 26 May 2025
રાજ્યમાં નકલીઓનો રાફડો ફાટ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. નકલી પોલીસ, નકલી કચેરી, નકલી કોલેજ, નકલી પીએ, નકલી PMO અધિકારી બાદ નકલી મામલતદારની ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડમાંથી નકલી મહિલા મામલતદારને પોલીસે સકંજામાં લીધી છે.
ADVERTISEMENT
વલસાડમાં નકલી મામલતદારની કરી ધરપકડ
કલેક્ટર કચેરીમાં નોકરી અપાવવાના બહાને નિમિષા ચૌધરી લોકો સાથે ઠગાઈ કરતી હતી. મામલતદારનું નકલી ID બતાવી લોકોને વિશ્વાસમાં લેતી હતી ત્યારબાદ પૈસા ખંખેરતી હતી. અત્રે જણાવીએ કે, 4 લોકો સાથે 9.58 લાખની છેતરપિંડી કરી છે. નકલી મામલતદાર નિમિષા ઉચ્ચ અધિકારી સાથે સંબંધ હોવાનો દાવો કરતી હતી. ત્યારે પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરુ કરી છે.
ADVERTISEMENT
અગાઉ નકલી આઈટી અધિકારીઓ ઝડપાયા હતા
થોડા દિવસ અગાઉ દાહોદમાંથી નકલી આઈટી અધિકારીઓની ગેંગને ઝડપાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, પકડાયેલા પાંચ આરોપી પૈકી એક આરોપી અસલી જીએસટી અધિકારી હતો. આ સિવાયના અન્ય ચાર આરોપી પૈકી એક આરોપી પોલીસ વિભાગમાં કરાર આધારિત ડ્રાઈવરની નોકરી કરતા હતા. જ્યારે કે અન્ય એક આરોપી હોમગાર્ડમાં ફરજ બજાવતો હતો
ADVERTISEMENT
આ પણ વાંચો: VIDEO: 'સુખચેનથી જીવો.. રોટી ખાઓ, નહીં તો મારી ગોળી...' PM મોદીની પાકિસ્તાનને ચેતવણી
નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો!
ADVERTISEMENT
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટી નીકળ્યો છે. રાજ્યમાં અવારનવાર નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ અને નકલી ડોક્ટર પકડાવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હવે આ નકલીના કૌભાંડમાં વધુ એક નકલી અધિકારી સામે આવ્યો છે. આ વખતે નકલી મહિલા અધિકારી પકડાઈ છે. પોતાને મામલતદાર ગણાવતી નિમશા ચૌધરીની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.