બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં તપાસ તેજ, પૂર્વ કલેક્ટરની નજીકના અધિકારીઓની પણ થશે પૂછપરછ

મોટા સમાચાર / સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં તપાસ તેજ, પૂર્વ કલેક્ટરની નજીકના અધિકારીઓની પણ થશે પૂછપરછ

Vidhata Gothi

Last Updated: 09:43 AM, 4 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં કરોડના જમીન કૌભાંડ કેસમાં તપાસ તેજ કરી દેવામાં આવી છે. હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલને દિલ્હી લઈ જઈને વધુ તપાસ કરવામાં આવી શકે છે.

Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીન કૌભાંડના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દિલ્હી લઈ જાય તેવી શક્યતા છે. ED રાજેન્દ્ર પટેલને દિલ્હી લઈ જઈને વધુ તપાસ કરી શકે છે.

લાંચના પૈસાના રોકાણ અંગે ચાલી રહી છે તપાસ

નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પૂછપરછમાં ઘણા ખુલાસા થયા. આ પછી ED નાયબ કલેક્ટર, ચીટનીશ અને PAને પણ સમન્સ પાઠવશે. નાયબ મામલતદારની પૂછપરછમાં કલેક્ટર સહિત અન્ય અધિકારીઓના નામ સામે આવ્યા છે. ત્યારે કલેક્ટરના રિમાન્ડ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) નાયબ કલેક્ટર, ચીટનીશ અને કલેક્ટરના પી.એ.ને સમન્સ પાઠવશે. હવે ED એ મુદ્દે તપાસ કરી રહી છે કે કલેક્ટર લીધેલ લાંચના રૂપિયા ક્યાં રોકાણ કરતાં હતા.

rajendra patel 1

રાજેન્દ્ર પટેલની નજીકના અધિકારીની થશે પૂછપરછ

ED દ્વારા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની નજીકના અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. બુધવારે બપોર પછી રાજેન્દ્ર પટેલને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના જમીન NA (બિનખેતી) કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી. લાંબી પૂછપરછ બાદ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી બે દિવસ અગાઉ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને પછી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

નિવાસસ્થાનેથી તપાસમાં શું-શું મળ્યું?

EDની ટીમોએ પૂર્વ કલેક્ટરના નિવાસસ્થાને મોડીરાતથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહત્ત્વની ફાઇલો, દસ્તાવેજો તેમજ ઘરના લોકરમાંથી સોના-ચાંદીની કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી. આ કેસની શરૂઆત 23 ડિસેમ્બર, 2025ના રોજ થઈ હતી, જ્યારે EDએ સુરેન્દ્રનગર કલેક્ટર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી બાદ ACBમાં લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા સામે ગુનો નોંધાયો હતો.

નાયબ મામલતદાર પાસેથી મળી 67 લાખની રોકડ

EDની તપાસ દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી તેમના બેડરૂમમાં છુપાવેલી 67.50 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. માહિતી પ્રમાણે, ચંદ્રસિંહ મોરીએ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું કે, આ રકમ જમીનના હેતુફેર (CLU/NA) માટે અરજદારો પાસેથી સીધી કે વચેટિયાઓ મારફતે લેવામાં આવેલી લાંચની રકમ છે. ચંદ્રસિંહ મોરીએ આ લાંચમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયૂર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલાની પણ સંડોવણી હોવાનું સ્વીકાર્યું.

vtv app promotion

EDને મળેલા દસ્તાવેજો અને નિવેદનો અનુસાર, જમીન NA કરાવવા માટે સ્ક્વેર મીટર દીઠ 10રૂપિયાના દરે લાંચ લેવામાં આવતી હતી. કુલ મળીને અંદાજે 1 કરોડ રૂપિયાની લાંચ લેવાઈ હોવાના પુરાવા સામે આવ્યા છે. તપાસ દરમિયાન EDને એક મહત્ત્વની પ્રિન્ટેડ શીટ મળી, જેમાં ઓનલાઇન અરજી નંબર, જમીનની વિગતો, સર્વે નંબર, અરજીનો પ્રકાર તેમજ દરેક અરજદાર પાસેથી લેવામાં આવેલી લાંચની નોંધ હતી. આ શીટ મુજબ 2.61 લાખ સ્ક્વેર મીટર જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે 26 લાખથી વધુની લાંચ લેવામાં આવી હતી. શીટના નીચેના ભાગે પેનથી અલગ-અલગ વ્યક્તિઓને આપવાની રકમની નોંધ પણ મળી આવી.

આ પણ વાંચો: આણંદ જિલ્લા પંચાયતનું નવું સીમાંકન જાહેર, બદલાઈ જશે રાજકીય સમીકરણો

સોલાર પ્લાન્ટ માટે જમીન સંપાદન પણ તપાસ હેઠળ

સુરેન્દ્રનગર જિલ્લામાં સોલર પ્લાન્ટ માટે થયેલા મોટે પાયે જમીન સંપાદન પણ EDની તપાસના દાયરામાં આવી ગયું છે. નળસરોવર, ધ્રાંગધ્રા, લખતર અને પાટડી જેવા વિસ્તારોમાં થયેલા જમીન વ્યવહારો અંગે શંકા ઊભી થઈ છે. તપાસ દરમિયાન કલેક્ટરના બંગલામાંથી 100થી વધુ ફાઇલો જપ્ત કરવામાં આવી. આ સમગ્ર કૌભાંડમાં કલેક્ટર, નાયબ મામલતદાર, પીએ, ક્લાર્ક અને એક વકીલ સહિત પાંચ લોકોના નિવાસસ્થાન EDની તપાસનું મુખ્ય કેન્દ્ર હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar Land Scam Former Collector Rajendra Patel Enforcement Directorate
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ