બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આણંદ જિલ્લા પંચાયતનું નવું સીમાંકન જાહેર, બદલાઈ જશે રાજકીય સમીકરણો

ગુજરાત / આણંદ જિલ્લા પંચાયતનું નવું સીમાંકન જાહેર, બદલાઈ જશે રાજકીય સમીકરણો

Vidhata Gothi

Last Updated: 08:51 AM, 4 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand News: આણંદ જિલ્લા પંચાયતની 40 બેઠકોનું નવું સીમાંકન જાહેર થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચ 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન તૈયાર કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતની બેઠકો 42માંથી ઘટીને હવે 40 કરી દેવામાં આવી છે.

Anand News: આણંદ જિલ્લા પંચાયતનું નવુ સીમાંકન અને બેઠકોની ફાળવણી અંગે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત થઈ ચુકી છે. નવા સીમાંકન બાદ હવે આણંદ જિલ્લા પંચાયતની બેઠકો 42 થી ઘટાડીને 40 કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અનામત બેઠકો સહિતનું પ્રાથમિક સીમાંકન બહાર પાડવામાં આવ્યું છે. નવા સીમાંકન બાદ અનેક બેઠકોના પ્રકાર બદલાતા રાજકીય સમીકરણોમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન તૈયાર કરવામાં આવ્યું છે.

anand district panchayat

આણંદ મહાનગરપાલિકાની રચના અને તારાપુર ગ્રામપંચાયતને નગરપાલિકા તરીકે દરજ્જો મળ્યો, એ પછી હવે આણંદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનું રાજકીય સમીકરણ પણ બદલાઈ જશે. આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ગામડી અને નવાખલ જિલ્લા પંચાયત બેઠકો રદ્દ કરવામાં આવતા હવે આણંદ જિલ્લા પંચાયતની કુલ બેઠકો 42 માંથી ઘટીને 40 રહી ગઈ છે. નવા સીમાંકનમાં આણંદ તાલુકાની બેઠકો 9માંથી ઘટીને 8 થઈ ગઈ છે, જ્યારે આંકલાવ તાલુકાની બેઠકો 4માંથી ઘટીને 3 થઈ ગઈ છે. ત્યારે ગામડી અને નવાખલ બેઠકો રદ્દ થવાથી સીમાંકનમાં સંપૂર્ણ નવી રાજકીય તાસીર જોવા મળશે. આ સિવાય મોગરીના સ્થાને નવી વલાસણ બેઠક અમલમાં આવી છે. ઉપરાંત તારાપુર બેઠક રદ્દ કરી દેવામાં આવી છે અને નવી મોરજ જિલ્લા પંચાયત બેઠક રચાઈ છે.

vtv app promotion

માહિતી પ્રમાણે, બેઠકોમાંથી 50 ટકા બેઠકો મહિલા માટે અનામત હોવાથી, 40 માંથી 20 બેઠકો પુરુષો માટે અને 20 બેઠકો મહિલાઓ માટે અનામત છે. પહેલીવાર 27 ટકા ઓબીસી અનામત અમલમાં મૂકાઈ છે. ત્યારે કુલ 40માંથી 11 બેઠકો ઓબીસી માટે અનામત રહેશે. ત્યારે અનામત અને રોટેશન જાહેર થતાં રાજકીય ચહલપહલ તેજ થઈ ગઈ છે. ગ્રામ્ય બેઠકોના નવા સીમાંકનનો રાજકીય પક્ષો દ્વારા અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો.

આ પણ વાંચો: તાંત્રિક વિધિના નામે 2 ભાઈઓએ યુગલ પાસેથી પડાવ્યા રૂ. 7.50 લાખ

નવા સીમાંકનની અસર

હવે નવા સીમાંકન બાદ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો માટે નવા સોગઠાં ગોઠવવા પડશે. જેના કારણે રાજકીય સમીકરણો પણ બદલાઈ જશે. ઉપરાંત ઓબીસી અનામતને કારણે રાજકીય પક્ષોએ આ કેટેગરીના સક્ષમ ઉમેદવારો પણ શોધવા પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anand News Anand New Delimitation Anand District Panchayat
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ