બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / તાંત્રિક વિધિના નામે 2 ભાઈઓએ યુગલ પાસેથી પડાવ્યા રૂ. 7.50 લાખ

કચ્છ / તાંત્રિક વિધિના નામે 2 ભાઈઓએ યુગલ પાસેથી પડાવ્યા રૂ. 7.50 લાખ

Bharatsinh Chauhan

Last Updated: 11:43 PM, 3 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં ખેડૂતને લાલચ આપી બે ભાઈઓ દ્વારા ખેડૂત પાસેથી લાખો રૂપિયા મેળવી વિશ્વાસઘાત કરતા નખત્રાણા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

કચ્છના બારડોલી કહેવાતા નખત્રાણાના તાલુકાના વેરસલપર (રોહા) ગામે રહેતા ખેડૂતને લાલચ આપીને બે ચીટર ભાઈએ છેલ્લાં છ વર્ષ દરમિયાન સાડા ૭ લાખ રૂપિયા મેળવીને વિશ્વાસઘાત કર્યો હોવાનો બનાવ નખત્રાણા પોલીસ મથકે નોંધાયો છે.

નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરી બંને ચીટર ભાઈને દબોચી લીધા છે. વેરસલપરના નરોત્તમ મોહનલાલ પટેલએ પોલીસને જણાવ્યું કે આરોપી લતીફ ફકીરમામદ ફકીર તેમની આંબાની વાડીના બધા આંબાને વર્ષોથી ખરીદતો હતો.

2018 માં નરોત્તમના પિતાનું અને મોટા બાપાનું મૃત્યુ નીપજેલું. ઘરના મોભી જેવા બબ્બે સ્વજનોના નિધન બાદ લતીફે ફરિયાદીને ઘરમાં કોઈ મેલી વિદ્યા હોવાનું જણાવીને પોતે એક પીરબાબાને ઓળખે છે અને તે આ તકલીફ દૂર કરી દેશે તેમ જણાવેલું. મુશ્કેલી થી ઘેરાયેલા ફરિયાદીને વિશ્વાસમાં લઈને લતીફ તેના ભાઈ ફિરોજ ફકીર ઊર્ફે પીરમામદ ફકીરમામદને ફકીર બનાવીને લઈ આવેલો. બંને ભાઈઓએ નડતર દૂર કરવા ધાર્મિક અને તાંત્રિક વિધિના નાટક શરૂ કરેલાં.

મેલી વિદ્યા સ્વરૂપે નડતર દૂર કરવાના નામે ફરિયાદી નરોત્તમ પાસેથી બંને ચીટર બેલડીએ વાડી અને ઘરના આંગણા નીચે ધન ભરેલાં ચરૂ દટાયેલાં હોવાનું જણાવી નાટક શરૂ કરી ટુકડે ટુકડે રૂપિયા ખંખેર્યા કર્યા હતા.

આ પણ વાંચોઃ ડિજિટલ એરેસ્ટ રેકેટનો પર્દાફાશ, આંતરરાષ્ટ્રીય કનેક્શન બહાર આવ્યું

છેલ્લે નવેમ્બર માસથી ફરિયાદીના બધા રૂપિયા અને ઘરેણાં ડબલ થઈ જવાની વિધિના નામે રૂપિયા પડાવ્યા હતા. જો કે, બેઉ જણ છ વર્ષથી વિધિના નામે પોતાની ફિલ્લમ ઉતારીને રૂપિયા પડાવતાં હોવાનું સમજાતાં નરોત્તમે પોલીસને રજૂઆત કરી હતી. નખત્રાણા પોલીસે ચીટર બેલડીએ ફરિયાદી પાસેથી છેતરપિંડીથી મેળવેલા 7 લાખ 20 હજાર ની રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરીને તેમને દબોચી લઈ ગહન પૂછપરછ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nakhatrana Kutch News Tantric rituals
Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ