બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ડિજિટલ એરેસ્ટ રેકેટનો પર્દાફાશ, આંતરરાષ્ટ્રીય કનેક્શન બહાર આવ્યું
Last Updated: 09:38 PM, 3 January 2026
ડીજીટલ એરેસ્ટને લઇને કેન્દ્ર સરકાર દ્વારા જાગૃતતાના અનેક પ્રયત્નો બાદ પણ હજી આવા બનાવો બનતા અટકવાનું નામ નથી લઇ રહ્યાં છે. રોજબરોજ અનેક લોકો ડીજીટલ એરેસ્ટનો ભોગ બની રહ્યા છે. અને કરોડો રૂપીયા ગુમાવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં પણ આવો એક બનાવ સામે આવ્યો હતો. જેમાં વૃદ્ધને મની લોન્ડરીંગ જેવી ગંભીર ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાનું કહીને મુંબઇ ક્રાઇમબ્રાન્ચમાં તેમના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાઇ છે.
ADVERTISEMENT

આમ TRAI, મુંબઇ ક્રાઇમબ્રાન્ચના અધિકારીની ઓળખ આપીને ઇડીમાં વેરીફિકેશનના બહાને ફરીયાદીના બેંક એકાઉન્ટની વીગતો મેળવી લીધી હતી. અને બેંક એકાઉન્ટમાં જમા રૂપીયા ટ્રાન્સફર કરાવીને વેરીફીકેશન બાદ રૂપીયા પરત આપવાનો વિશ્વાસ આપ્યો હતો. આમ માત્ર દસ જ દિવસમાં રૂપીયા 7 કરોડ 12 લાખ ગઠિયાઓએ પડાવી લીધા હતાં. જે બાબતની જાણ સાયબર ક્રાઇમને કરતા સાયબર ક્રાઇમએ તપાસ કરીને આ ગેંગ સાથે સંખલાયેલા 12 આરોપીઓેને ઝડપી લીધા છે.
ADVERTISEMENT

અમદાવાદમાં ડિજિટલ એરેસ્ટની વધુ એક ઘટના સામે આવી છે. સાયબર ઠગોએ એક વૃદ્ધને મની લોન્ડરિંગ જેવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું જણાવીને 7 કરોડ 12 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે આ કૌભાંડ સાથે સંકળાયેલા 12 આરોપીઓની ધરપકડ કરી છે. ફરિયાદી વૃદ્ધને ઠગોએ TRAI, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને EDના અધિકારીઓની ઓળખ આપીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા.
ADVERTISEMENT

હાર્દિક માકડિયા, ACP, સાયબર ક્રાઇમ
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગિલોસણ પ્રાથમિક શાળામાં ચોંકાવનારો કિસ્સો, શિક્ષિકાએ પોતાની જગ્યાએ બીજી મહિલાને રાખી
બાદમાં તેમને કહેવામાં આવ્યું કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ છે અને તેમના બેંક એકાઉન્ટની વેરિફિકેશન જરૂરી છે. આ બહાને ઠગોએ વૃદ્ધ પાસેથી બેંક એકાઉન્ટની તમામ વિગતો મેળવી લીધી. આ વિશ્વાસનો લાભ લઈને ઠગોએ વૃદ્ધના એકાઉન્ટમાંથી 7 કરોડ 12 લાખ રૂપિયા વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા. ઘટનાની જાણ થતાં જ વૃદ્ધએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને આ ગેંગના 12 સભ્યોને ઝડપી પાડ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.