બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગિલોસણ પ્રાથમિક શાળામાં ચોંકાવનારો કિસ્સો, શિક્ષિકાએ પોતાની જગ્યાએ બીજી મહિલાને રાખી
Last Updated: 08:51 PM, 3 January 2026
મહેસાણા તાલુકાના ગિલોસણ ગામમાંથી શિક્ષણ વિભાગની કાર્યપ્રણાલી પર પ્રશ્નો ઊભા કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા આશાબેન પટેલ દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
ADVERTISEMENT

પ્રાપ્ત માહિતી મુજબ આશાબેન પટેલને ચૂંટણી કામગીરી અંતર્ગત BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકે નિમણૂક આપવામાં આવી હતી. BLOની ફરજ બજાવતા સમયે તેમણે પોતાની નિયમિત શિક્ષણ ફરજ માટે પોતાની જગ્યાએ અન્ય એક મહિલાને ભણાવવા માટે રોકી હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યજનક રીતે, શિક્ષણ કાર્ય માટે રોકાયેલી મહિલાનું નામ પણ આશાબેન પટેલ હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

મારો BLO ઓર્ડર રદ કરવામાં આવ્યો ન હતોઃ શિક્ષિકા
ADVERTISEMENT
આ મામલે શિક્ષિકા આશાબેન પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે મારો BLO ઓર્ડર રદ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે મને આવું કરવું પડ્યું.

ADVERTISEMENT
હું 10 દિવસથી શિક્ષણ કાર્ય માટે આવું છું : આશાબેન
જ્યારે બીજી તરફ ભણાવવા માટે રોકાયેલ મહિલા જેઓનું નામ પણ આશાબેન પટેલે જણાવ્યું કે, હું છેલ્લા 10 દિવસથી શિક્ષણ કાર્ય માટે શાળામાં આવું છું. તેમણે વધુમાં કહ્યું કે, મને વર્ગશિક્ષક આશાબેન પટેલે જ ભણાવવા માટે આવવાનું કહ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ LRD-PSIની શારીરિક કસોટીની તારીખ જાહેર, ઉમેદવારો ભૂલ્યા વિના નોટ કરી લે

ADVERTISEMENT
આક્ષેપ કરનારે શું કહ્યું.
આ બાબતે આક્ષેપ કરનાર ભીખુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, છોકરાઓ બહાર રખડતા હતા. જે બાબતે બેનને પૂછતા તેઓ ઉદ્ધતાઈ પૂર્વક જવાબ આપે છે. કે અમારે ટાઈમ નથી અમારે આગળથી પરમીશન મળી એટલે ગમે તેને રાખી છોકરાઓને ભણાવીએ છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.