બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / LRD-PSIની શારીરિક કસોટીની તારીખ જાહેર, ઉમેદવારો ભૂલ્યા વિના નોટ કરી લે
Last Updated: 06:05 PM, 3 January 2026
ગાંધીનગર: પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા LRD (લોકરક્ષક દળ) અને PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ભરતી પ્રક્રિયા અંતર્ગત શારીરિક કસોટીની તારીખ જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી મુજબ, LRD અને PSI માટેની શારીરિક કસોટી આગામી 21 જાન્યુઆરીથી શરૂ થશે. શારીરિક પરીક્ષા રાજ્યના વિવિધ કેન્દ્રો પર યોજાશે. ઉમેદવારોને નિર્ધારિત તારીખ અને સ્થળ અંગેની વિગત કોલ લેટર દ્વારા આપવામાં આવશે. પોલીસ ભરતીને લઈને લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં આ જાહેરાત બાદ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પર નિયમિત અપડેટ્સ ચકાસતા રહે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી તા.૨૧/૦૧/૨૦૨૬ના રોજથી શરૂ થનાર છે. જેના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો હવે પછી જણાવવામાં આવશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
— Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) January 3, 2026
ADVERTISEMENT
અરજી કરવાની છેલ્લી તારીખ
પોલીસ ભરતી (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની ભરતી)માં તારીખ 3 ડિસેમ્બરથી તારીખ 23 ડિસેમ્બર, 2025 (11:59 PM) સુધી ઓનલાઇન અરજી કરી શકશે. આ અંગેની વિગતવારની જાહેરાત / સૂચનાઓ તા.03-12-2025ના રોજ https://ojas.gujarat.gov.in પર જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી https://ojas.gujarat.gov.in પર ઓનલાઈન કરવાની રહેશે.
ADVERTISEMENT
ભરતીમાં જગ્યાની વિગતો
ADVERTISEMENT
આ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો તૈયાર થઈ જજો કેમ કે શારીરિક કરોટી માટે ઉમેદવારો પાસે 1 મહિના કરતા ફણ ઓછો સમય રહી ગયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.