ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં મુસીબતનું માવઠું, કચ્છ સહિત આ જિલ્લામાં ખાબકી આકાશી 'આફત'

વરસાદ / ગુજરાતમાં મુસીબતનું માવઠું, કચ્છ સહિત આ જિલ્લામાં ખાબકી આકાશી 'આફત'

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:47 PM, 11 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છ, પોરબંદર, જામનગર, પાટણ અને અરવલ્લીમાં વરસાદી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ખેતી પાકમાં મોટાપાયે નુકસાન થયું છે.

ADVERTISEMENT

રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદ જામ્યો છે, વિવિધ વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. કચ્છ, પોરબંદર, જામનગર, પાટણ અને અરવલ્લીમાં વરસાદી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ખેતી પાકમાં મોટાપાયે નુકસાન થયું છે.

કચ્છમાં જામ્યો વરસાદી માહોલ

કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. અંજાર, મુન્દ્રા, ભુજ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભારે પવની સાથે વરસાદ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

પોરબંદરમાં વાતાવરણમાં આવ્યો પલટો

પોરબંદરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને જેના પગલે કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર તાલુકામાં વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉનાળું પાકમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે

લાલપુર અને જામજોધપુરમાં ધોધમાર વરસાદ

જામનગર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. લાલપુર અને જામજોધપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાલપુરમાં આશરે એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદમાં ખેતરોમાં ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

પાટણમાં કમોસમી વરસાદ

પાટણ જિલ્લાના અનેક ગામમાં કમોસમી આફત વરસી છે. સમી, રાધનપુર, બાસ્પા, ગોચનાથ સહિતના ગામમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે.

આ પણ વાંચો:

ભિલોડા પંથકમાં તીવ્ર વાવાઝોડુ ત્રાટક્યું

અરવલ્લીમાં ભિલોડા પંથકમાં તીવ્ર વાવાઝોડુ ત્રાટક્યું છે. ભારે પવનના કારણે શેડના પતરા ઉડ્યા છે તો ફેક્ટરીની દીવાલો પણ ધરાશાયી થઈ છે. કંપનીનું રો મટીરીયલ વરસાદી પાણીમાં પલળ્યું છે, ત્યારે ભારે પવન સાથે વરસાથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unseasonal Rain Unseasonal Rain Update Gujarat Unseasonal Rains

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ