બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઈન્ડિગો ફ્લાઈટ વિવાદ: અમદાવાદમાં યુવતી રડી પડી, 37 ટ્રેનમાં 116 વધારાના કોચ લગાવાયા

ગુજરાત / ઈન્ડિગો ફ્લાઈટ વિવાદ: અમદાવાદમાં યુવતી રડી પડી, 37 ટ્રેનમાં 116 વધારાના કોચ લગાવાયા

Vidhata Gothi

Last Updated: 03:04 PM, 6 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indigo Crisis: આજે સતત ચોથો દિવસ છે કે જ્યારે પાઇલટ અને ક્રૂની અછતને કારણે ઇન્ડિગોની ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે. આજે અત્યાર સુધીમાં ગુજરાતમાં ઇન્ડિગોની 59 ફ્લાઇટ્સ સહિત દેશભરમાં 400થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ ચૂકી છે.

Indigo Airlines Crisis: દેશની સૌથી મોટી એરલાઇન Indigoમાં ભારે અવ્યવસ્થાને કારણે દેશભરમાં હવાઈ મુસાફરી પર ભારે અસર પડી રહી છે. દેશભરના કેટલાય એરપોર્ટ્સ પરથી અનેક ફ્લાઇટ્સ કેન્સલ થવાને કારણે હજારો મુસાફરો અટવાઈ ગયા છે. આજે સતત ચોથો દિવસ છે કે ઇન્ડિગો એરલાઇન્સની સમસ્યા ચાલી રહી છે. ઇન્ડિગોની ફ્લીટ અને કનેક્ટિવિટી નેટવર્કને કારણે, દેશભરમાં તેની અસર જોવા મળી છે.

એવામાં એક દિવસ અગાઉ ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સે શુક્રવારે એક વીડિયો મેસેજ જારી કરીને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં કંપનીના કામકાજ પર નોંધપાત્ર અસર પડી છે. ઇન્ડિગોનું સમગ્ર નેટવર્કને ફરીથી સામાન્ય કરવા માટે રીબૂટ કરવામાં આવી રહ્યું છે. તેથી, જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે તેમને એરપોર્ટ પર આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. અમે ગંભીર ઓપરેશનલ પડકારોનો સામનો કરી રહ્યા છીએ. આ મુશ્કેલ સમય છે, અને અમે તેમને ઉકેલવા માટે અથાક મહેનત કરી રહ્યા છીએ. સીઇઓએ એમ પણ જણાવ્યું કે કંપની 10 થી 15 ડિસેમ્બરની વચ્ચે સામાન્ય કામગીરી ફરી શરૂ થવાની અપેક્ષા રાખે છે. મુસાફરોએ લેટેસ્ટ અપડેટ્સ માટે તેમની ફ્લાઇટ્સનું સ્ટેટસ ચેક કરવું જોઈએ.

ગઇકાલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર કુલ 155 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી. જ્યારે આજે પણ છેલ્લા 12 કલાકમાં 66 ફ્લાઇટ્સ કેન્સલ થઈ ચૂકી છે. અમદાવાદથી જતી અને આવતી 59 ફ્લાઇટ્સ કેન્સલ થઈ ચૂકી છે. ત્યારે ઘણી ફ્લાઇટ્સ લેટ ચાલી રહી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ કેન્સલ થતા એક યુવતી રડી પડી હતી. ફ્લાઇટ્સ કેન્સલ થવાના કારણે એરપોર્ટ પરિસરની અંદર અને બહાર મુસાફરોને અસુવિધા થઈ. ઘણા મુસાફરોએ જણાવ્યું કે તેમને એરલાઇન તરફથી સમયસર અને સચોટ માહિતી મળી રહી નથી.

vtv app promotion

મુસાફરોને મદદ કરવા આગળ આવી ભારતીય રેલવે

ફ્લાઇટ કેન્સલ થવાથી મોટી સંખ્યામાં લોકોએ ટ્રેન મુસાફરીનો સહારો લીધો. ત્યારે રેલવેએ એક મોટું પગલું ભરીને દેશભરની 37 પ્રીમિયમ ટ્રેનોમાં 116 વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયે જણાવ્યું કે સૌથી મોટો વધારો 18 ટ્રેનોમાં કરવામાં આવ્યો, જેમાં ચેર કાર અને સ્લીપર ક્લાસ કોચ એડ કરવામાં આવ્યા. આ સુવિધા આજથી જ અમલમાં મૂકાઈ ગઈ છે. સાથે જ આઠ અન્ય ટ્રેનોમાં 3AC અને ચેર કાર કોચ ઉમેરવામાં આવ્યા છે. ચાર વ્યસ્ત ટ્રેનોમાં 3AC/2AC કોચ ઉમેરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: આજે પણ અમદાવાદ-વડોદરાની 25 ફ્લાઈટ કેન્સલ, અમદાવાદથી દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ-દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન

સાથે જ ભારતીય રેલવેએ તાત્કાલિક આયોજન હેઠળ અમદાવાદથી દિલ્હી માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન સાબરમતીથી પ્રસ્થાન કરી દિલ્હી સુધી મુસાફરી કરાવશે. આ નિર્ણયથી ખાસ કરીને તે મુસાફરોને રાહત મળશે, જેઓ ફ્લાઇટ કેન્સલ થવાને કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Railway Trains extra coaches Indigo Crisis Ahmedabad Airport
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ