બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના ચાર જિલ્લામાં માવઠું પડ્યું, ઊભા પાકનો કચ્ચરઘાણ, ખેડૂતોમાં વ્યાપી ચિંતા

વાતાવરણ / ગુજરાતના ચાર જિલ્લામાં માવઠું પડ્યું, ઊભા પાકનો કચ્ચરઘાણ, ખેડૂતોમાં વ્યાપી ચિંતા

Priyankka Triveddi

Last Updated: 11:18 AM, 20 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain: ગુજરાતના હવામાનમાં અચાનક પલટો નોંધાયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માવઠું થયું છે અને જેના લીધે વાતાવરણમાં ઠંડક આવી છે તો ખેડૂતોને ચિંતા પણ ઊભી થઈ છે.

Gujarat Weather Rain: રાજ્યમાં ગરમનીની શરૂઆત વચ્ચે વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. હવામાન વિભાગે કરેલી આગજી મુજબ રાજ્યના અમુક ભાગમાં ધીમા વરસાદની શરૂઆત થઈ છે અને જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભરૂચ, સુરત અને પંચમહાલમાં કમોસમી વરસાદ થયો છે.

ભરૂચના વાતાવરણમાં પલટો

ભરૂચના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે કમોસમી વરસાદ વરસ્યો છે. છેલ્લા બે દિવસથી વધી રહેલા ઉકળાટ બાદ વરસાદ પડતા હવામાં ઠંડક પ્રસરી ગઈ છે અને નાગરિકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે. જોકે આ અચાનક પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. કારણ કે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને કાપણીને તૈયાર પાક પર આ વરસાદ પ્રતિકૂળ અસર કરી શકે છે. જેના કારણે ખેતી પર આર્થિક અસર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

વહેલી સવારે સુરતમાં કમોસમી વરસાદ

ભરૂચ ઉપરાંત સુરતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વહેલી સવારે શહેરના અનેક વિસ્તારોમાં ઠંડા પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો અને લોકોને ગરમીમાંથી રાહત મળી. જોકે આ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કારણ કે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને કાપણીના તબક્કે આવેલા પાક પર આ અચાનક બદલાયેલા વાતાવરણની પ્રતિકૂળ અસર પડી શકે તેવી શક્યતા ખેડૂતો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : લગ્ન નોંધણીના નિયમોમાં મોટા ફેરફારની આજે જાહેરાત, 9 મહિનાની લડત બાદ લગ્ન નોંધણી મુદ્દે સરકારનો સ્વીકાર

ગોધરા, કાંટુ, બોર, દામાવાવ ગામોમાં વરસાદ

આ ઉપરાંત પણ પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદે અચાનક માહોલ બદલી નાખ્યો છે. ગોધરા, કાંટુ, બોર અને દામાવાવ સહિત વિવિધ વિસ્તારોમાં ક્યાંક છાંટા તો ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાયો હતો. અચાનક પડેલા આ વરસાદને કારણે તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. પરંતુ માંગલિક પ્રસંગોના આયોજકોમાં ચિંતા ફેલાઈ છે કારણ કે ખુલ્લા મેદાનમાં યોજાનારા કાર્યક્રમો પર તેની અસર પડી શકે છે. ઉપરાંત ખેડૂતો પણ ઉભા પાકને નુકસાન થવાની સંભાવનાને લઈને ચિંતિત બન્યા છે.

vtv app promotion

હવામાન વિભાગે કરી છે ગરમીની આગાહી
ફરી એકવાર હવે ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો અહેસાસ વધી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય થતા તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં અંદાજે 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Weather Rain ગુજરાત હવામાન પલટો Unseasonal Rain
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ