ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લગ્ન નોંધણીના નિયમોમાં મોટા ફેરફારની આજે જાહેરાત, 9 મહિનાની લડત બાદ લગ્ન નોંધણી મુદ્દે સરકારનો સ્વીકાર

ગાંધીનગર / લગ્ન નોંધણીના નિયમોમાં મોટા ફેરફારની આજે જાહેરાત, 9 મહિનાની લડત બાદ લગ્ન નોંધણી મુદ્દે સરકારનો સ્વીકાર

Published By: Priyankka Triveddi

Last Updated: 10:37 AM, 20 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Marriage Registration Rule : લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારને લઇ નવી જાહેરાત થઈ શકે છે. નાયબ મુખ્યમંત્રી આજે આ અંગે જાહેરાત કરી શકે છે ત્યારે પાટીદાર સમાજના આગેવાનને પણ આ અંગે નિવેદન આપ્યું છે.

ADVERTISEMENT

Marriage Registration Rule changes : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વિધાનસભામાં લગ્ન નોંધણી સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરશે. લાંબા સમયથી ચાલી રહેલી માંગ અને પ્રક્રિયામાં રહેલી જટિલતાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવશે. આ જાહેરાતને કારણે લગ્ન નોંધણી પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને સમયબદ્ધ બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સરકાર તરફથી મળતી માહિતી અનુસાર તાકીદની જાહેર અગત્યની બાબતોને ધ્યાનમાં રાખીને નિયમોમાં જરૂરી સુધારા કરાયા છે. વિધાનસભામાં થનારી આ જાહેરાત બાદ લગ્ન નોંધણીની પદ્ધતિ, જરૂરી દસ્તાવેજો અને સમયમર્યાદા અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર થવાની શક્યતા છે. નવા નિયમોથી નાગરિકોને સરળતા મળે અને અનાવશ્યક વિલંબ ટળે તે દિશામાં આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

આ અંગે દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે

" દરેક પરિવારમાં આ પ્રશ્ન હતો કે ભાગેડુ લગ્નમાં દીકરીઓ સાથે છેતરપિંડી મોટા પાયે થતી હોય છે. અને સાથે સાથે લગ્ન નોંધણી પ્રક્રિયામાં પણ ખામી હોવાના લીધે આ પ્રશ્નો બનતા હતા. તે સુધારવાની સરકારે આજે પહેલા કરી છે તેને અમે આવકારીએ છીએ. આ ઉપરાંત જો આમાં હજુ કોઈ ખામી લાગે કે સમસ્યા ઊભી થાય તો સરકારે પોર્ટલ ઓપણ રાખ્યું છે કે જ્યાં ફરિયાદ થઈ શકે, રજૂઆત થઈ શકે અને રસ્તો થઈ શકે. આ બિલથી અમારી એટલી જ અપેક્ષા છે કે ભાગેડુ લગ્ન માટે પગલાં લેવાય અને સહમતીથી થતાં લગ્નમાં કોઈ અડચણ ના આવે. "

લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારને લઈને આજે વિધાનસભામાં મહત્વપૂર્ણ જાહેરાત થવાની છે. આ મુદ્દે પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે લાંબા સમયથી સમાજ આ સુધારાની માંગ કરી રહ્યો હતો અને હવે સરકારે આ માંગનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ વિધાનસભામાં રૂબરૂ બેસીને જાહેરાત સાંભળશે. જો કોઈ સમાજ કે વ્યક્તિ પાસે સૂચનો હશે તો તે સરકાર સમક્ષ પહોંચાડવામાં આવશે. બાંભણિયાના જણાવ્યા અનુસાર આ મુદ્દે તમામ સમાજોએ સમર્થન આપ્યું છે અને જરૂરી સુધારાઓ માટે પોર્ટલ મારફતે રજૂઆત કરવાની પણ વ્યવસ્થા રહેશે.

આ પણ વાંચો: ખોડિયાર નગર બ્રિજ પાસે વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટી, BRTS રેલિંગ સાથે અથડાઈ પલટી

vtv app promotion

આંદોલન સાથે જોડાયેલા વરુણ પટેલે જણાવ્યું કે છેલ્લા 9 મહિનાથી તેઓ આ મુદ્દે લડત ચલાવી રહ્યા હતા. તેમની રજૂ કરેલી 9 મુદ્દાઓમાંથી 8 મુદ્દાનો સરકારે સ્વીકાર કર્યો હોવાનું તેમણે જણાવ્યું. સરકાર નવા નિયમોની સત્તાવાર જાહેરાત બાદ એક મહિનાનો સમયગાળો પણ આપશે. જેથી લોકો નવા નિયમો અંગે સમજૂતી મેળવી શકે અને જો જરૂરી હોય તો પોતાની રજૂઆત કરી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Marriage Registration Rule લગ્ન નોંધણી નિયમોમાં ફેરફાર Government Policy

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ