ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખોડિયાર નગર બ્રિજ પાસે વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટી, BRTS રેલિંગ સાથે અથડાઈ પલટી

અમદાવાદ / ખોડિયાર નગર બ્રિજ પાસે વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટી, BRTS રેલિંગ સાથે અથડાઈ પલટી

Published By: Priyankka Triveddi

Last Updated: 09:48 AM, 20 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad school van accident:અમદાવાદમાં આજે સવારે વિદ્યાર્થીઓને ભરીને લઈ જનારી સ્કૂલ વાન પલટી જવાની ઘટના બની હતી. આ સ્કૂલ વાન BRTS રેલિંગ સાથે અથડાતાં રેલિંગ પણ તૂટી ગઈ હતી.

ADVERTISEMENT

Ahmedabad School Van Accident: અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વાન પલટી જતાં ચકચાર મચી ગઈ હતી. ખોડિયાર નગર બ્રિજ નજીક બનેલી આ ઘટનામાં દિવાન બલ્લુભાઈ સ્કૂલની વેન BRTS કોરિડોરની રેલિંગ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે BRTSની લોખંડની ગ્રીલ પણ ઉખડી ગઈ હતી. સદનસીબે વાનમાં સવાર આશરે 10 વિદ્યાર્થીઓને કોઈ ગંભીર ઇજા પહોંચી નહોતી. જોકે ઘટના બાદ વિસ્તારમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ સ્કૂલ વાન ખોડિયાર નગર વિસ્તારમાંથી પસાર થતી હતી ત્યારે અચાનક ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને વાન સીધી BRTS રેલિંગ સાથે અથડાઈ પલટી ગઈ હતી. અથડામણના અવાજથી સ્થાનિક લોકો દોડી આવ્યા અને વાનમાં ફસાયેલા બાળકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ અને તાત્કાલિક સેવા ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે વાનમાં RTOના મૂળભૂત નિયમોનું પાલન થતું ન હતું. વાહનની હાલત બેહાલ હતી અને તે જાણે ભંગાર જેવી સ્થિતિમાં દોડતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. વધુમાં વાનની નંબર પ્લેટ ટેક્સી પાસિંગ મુજબ નોંધાયેલ ન હોવાનું પણ સામે આવ્યું છે. નિયમિત ફિટનેસ ચકાસણી અને સલામતી માપદંડો અંગે પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

આ પણ વાંચો: વિદ્યાર્થી પર હુમલાનો આક્ષેપ, જિલ્લા શિક્ષણ તંત્રએ માંગ્યો પાંચ દિવસમાં અહેવાલ

vtv app promotion

આ અકસ્માતે સ્કૂલ વાન સુરક્ષા મુદ્દે ફરી ચર્ચા જગાવી છે. શહેરમાં અનેક સ્કૂલ વાન નિયમોનો ભંગ કરી ચાલી રહી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. વાલીઓએ જવાબદાર સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ટાળી શકાય. પોલીસે કેસ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Students Safety News Ahmedabad school van accident Khodiyar Nagar BridgeCrash

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ