ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિદ્યાર્થી પર હુમલાનો આક્ષેપ, જિલ્લા શિક્ષણ તંત્રએ માંગ્યો પાંચ દિવસમાં અહેવાલ

જુનાગઢ / વિદ્યાર્થી પર હુમલાનો આક્ષેપ, જિલ્લા શિક્ષણ તંત્રએ માંગ્યો પાંચ દિવસમાં અહેવાલ

Published By: Priyankka Triveddi

Last Updated: 09:04 AM, 20 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh School Case: જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બામણવાડા ગામમાંથી શિક્ષણ જગતને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. શું છે આ આખો મામલો વાંચો વિગતે..,

ADVERTISEMENT

Junagadh School Case: જુનાગઢના બામણવાડા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને શિક્ષિકાએ પાટિયું મારી ઇજાગ્રસ્ત કર્યો હોવાના આક્ષેપો ઉઠતા વિસ્તારભરમાં ચર્ચા જાગી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદાર શિક્ષિકા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

માહિતી મુજબ વિશ્વાસ મેવાડા નામનો વિદ્યાર્થી લેસન બતાવવા શિક્ષિકા ધાનીબેન સોલંકી પાસે ગયો હતો. તે સમયે પાટિયું સાથે લાવવાની બાબતે બોલાચાલી થઈ હતી અને શિક્ષિકા ઉશ્કેરાઈ ગઈ હોવાનો આક્ષેપ છે. પરિવારજનોએ દાવો કર્યો છે કે શિક્ષિકાએ વિદ્યાર્થીના માથાના ભાગે પાટિયું ફટકાર્યું જેના કારણે બાળકને ગંભીર ઇજા પહોંચી.

આ ઘટના અંગે શિક્ષિકાએ જણાવ્યું હતું કે

"વિદ્યાર્થીએ પેપરમાં કશું લખ્યું ના હોવાથી તેને હાથેથી મારવા જતાં પાટિયું વાગ્યું હતું. તેનો વધારે ઇજા પહોંચાહદ્વાનો કોઈ ઇરાદો નથી."

ઘરે પહોંચ્યા બાદ બાળક રડતો હતો અને તેના શરીર પર લોહીના ડાઘ જોવા મળ્યા હતા ત્યારબાદ પરિવારજનોએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પરિવારજનોનો વધુ આક્ષેપ છે કે તેઓ શાળામાં પૂછપરછ કરવા ગયા ત્યારે શિક્ષિકાએ માર માર્યાની કબૂલાત કરી અને મામલો દબાવવા માટે પૈસાની ઓફર પણ કરી હતી. જોકે આ દાવા અંગે શિક્ષિકાએ પોતાની અલગ સફાઈ આપી છે. ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ પેપર ખાલી રાખ્યું હોવાથી માત્ર ઠપકો આપવા હાથ ઉઠાવ્યો હતો, પરંતુ હાથમાં પાટિયું હોવાથી ભૂલથી માથામાં વાગી ગયું હતું. તેમનો કોઈ દુર્ભાવનાપૂર્ણ ઈરાદો નહોતો, એવું તેમણે સ્પષ્ટ કર્યું.

આ અંગે વાત કરતાં વિદ્યાર્થી અને તેના પરિવારજનોએ જણાવ્યું કે,

"ટીચરને પેપર બતાવવા ગયો હતો અને હાથમાં પાટિયું હતું તો શિક્ષિકાએ પાટિયું માથાના ભાગે માર્યું હતું અને જોરથી મારતા તેને લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ ટીચરે અન્ય વિદ્યાર્થીનીઓ પાસે પોતું મરાવીને તેને ફરી ત્યાં બેસાડી દીધો હતો. પરિવારજનોએ આ ઘટના પછી ન્યાયની માંગની કરી છે. "

આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ તંત્રએ ગંભીરતા દાખવી છે. જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને તપાસના આદેશ આપ્યા છે અને પાંચ દિવસમાં અહેવાલ મંગાવ્યો છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે Right to Education Act મુજબ વિદ્યાર્થીને શારીરિક સજા આપવી કાયદેસર ગુનો છે. જો આક્ષેપો સાચા સાબિત થશે તો સંબંધિત શિક્ષિકા સામે કડક વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: જો પાવાગઢ મહાકાળી મંદિરે જવાના હોય તો વાંચી લેજો આ સમાચાર, કરાયો ખાસ ફેરફાર

vtv app promotion

ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને કલંકિત કરતી આ ઘટનાએ શિક્ષણ પ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક સુખાકારી સુનિશ્ચિત કરવાની જવાબદારી શિક્ષણ તંત્ર પર હોય છે. હવે તપાસ પૂર્ણ થયા બાદ શું પગલાં લેવાય છે અને પીડિત વિદ્યાર્થીને ન્યાય મળે છે કે નહીં, તેના પર સૌની નજર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mangrol primary school Junagadh school case જૂનાગઢ શાળા ઘટના

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ