ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જો પાવાગઢ મહાકાળી મંદિરે જવાના હોય તો વાંચી લેજો આ સમાચાર, કરાયો ખાસ ફેરફાર

નિર્ણય / જો પાવાગઢ મહાકાળી મંદિરે જવાના હોય તો વાંચી લેજો આ સમાચાર, કરાયો ખાસ ફેરફાર

Published By: Priykant Shrimali

Last Updated: 06:26 AM, 20 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pavagadh Mahakali Temple : મંદિર ટ્રસ્ટે ભક્તોને વિનંતી કરી છે કે, તેઓ દર્શન માટે સમયનું ખાસ ધ્યાન રાખે અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Pavagadh Mahakali Temple : પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢનું પ્રખ્યાત મહાકાળી મંદિર લાખો ભક્તોની આસ્થા સાથે જોડાયેલું યાત્રાધામ છે. દર વર્ષે અહીં હોળીનો તહેવાર વિશેષ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. જોકે આ વર્ષે હોળી સાથે ચંદ્રગ્રહણ હોવાને કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન સમયને લઈને મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે.

હોળી પ્રગટાવવાની પરંપરા

તા. 3 માર્ચ 2026, સોમવારના રોજ સાંજે 5:00 વાગ્યે પાવાગઢ ખાતે પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવશે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ અહીં હોળી પ્રગટ્યા પછી આસપાસના ગામોમાં હોળી દહન કરવામાં આવે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો હાજરી આપે છે.

આ પણ વાંચો : સગીરાના દુષ્કર્મ-અપહરણ કેસમાં આરોપી અને તેને આશરો આપનાર બેન-બનેવીને પણ 20 વર્ષની કેદ

ચંદ્રગ્રહણને કારણે દર્શન સમય બદલાયો

આ વર્ષે ફાગણ સુદ પૂર્ણિમા એટલે કે 3 માર્ચ 2026ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના નિયમિત સમયપત્રકમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે 5:00 વાગ્યે આરતી યોજાશે. ભક્તો માટે સવારે 8:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ત્યારબાદ ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને મંદિર બંધ રાખવામાં આવશે. મંદિર ટ્રસ્ટે ભક્તોને વિનંતી કરી છે કે, તેઓ દર્શન માટે સમયનું ખાસ ધ્યાન રાખે અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે. તા. 4 માર્ચ 2026થી મંદિર ફરી નિયમિત સમય મુજબ ખુલ્લું રહેશે. મંગળ આરતી અને દર્શન યથાવત શરૂ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pavagadh Mahakali Temple Holi 2026 Pavagadh Darshan Time

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ