ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સગીરાના દુષ્કર્મ-અપહરણ કેસમાં આરોપી અને તેને આશરો આપનાર બેન-બનેવીને પણ 20 વર્ષની કેદ

મહેસાણા / સગીરાના દુષ્કર્મ-અપહરણ કેસમાં આરોપી અને તેને આશરો આપનાર બેન-બનેવીને પણ 20 વર્ષની કેદ

Published By: Priykant Shrimali

Last Updated: 09:06 PM, 19 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana POCSO Court : પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં ત્રણેય આરોપીઓને 20 વર્ષની સજા

ADVERTISEMENT

Mehsana POCSO Court : મહેસાણાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મહેસાણાની પોસ્કો કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વિગતો મુજબ વિજાપુર તાલુકાની 16 વર્ષની કિશોરી સાથે થયેલા અપહરણ અને દુષ્કર્મના ગંભીર કેસમાં મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે કડક અને નોંધપાત્ર નિર્ણય આપ્યો છે. આ ચુકાદામાં મુખ્ય આરોપી સાથે સાથે તેને આશરો અને સહાય આપનાર પરિવારજનોને પણ સમાન સજા ફટકારવામાં આવી છે.

હવે જાણો શું છે સમગ્ર મામલો ?

કેટલાક સમય અગાઉ આરોપીએ કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી ઘરેથી ભગાડી લીધી હતી. તેને પહેલા ભરૂચ બસ સ્ટેન્ડ પર બોલાવી ત્યારબાદ પોતાની બહેન અને બનેવીના ઘરે લઈ જવામાં આવી હતી. ત્યાં સગીરાની ઈચ્છા વિરુદ્ધ અનેકવાર શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો ગુનો નોંધાયો હતો. આ સમગ્ર ઘટનામાં આરોપીની બહેન અને બનેવીએ તેને આશરો આપ્યો અને ગુનામાં સહકાર આપ્યો હતો. આ અંગે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.

કોર્ટનો કડક નિર્ણય

કેસ મહેસાણાની વિશેષ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ દ્વારા મજબૂત દલીલો અને પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટએ તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં લઈ મુખ્ય આરોપી સહિત તેની બહેન અને બનેવીને 20-20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે સાથે ત્રણેયને કુલ 63,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટએ ભોગ બનનાર કિશોરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને 3 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે.

આ પણ વાંચો : હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરોને રાહત, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો કયા કયા રૂટ

આ તરફ ન્યાયિક પ્રક્રિયા દરમિયાન સરકારી પક્ષે 11 સાક્ષીઓની પૂછપરછ કરી હતી અને 48 જેટલા દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. ઉપરાંત, FSL રિપોર્ટ અને મેડિકલ સર્ટિફિકેટ જેવા મહત્વપૂર્ણ ટેકનિકલ પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેના આધારે કોર્ટએ સજા સંભળાવી. આ કેસમાં સીધા ગુનામાં સંડોવાયેલા ન હોવા છતાં આરોપીને આશરો આપનાર સંબંધીઓને પણ કડક સજા મળતા એક સ્પષ્ટ સંદેશ જાય છે કે ગુનેગારોને મદદ કરવી પણ ગંભીર ગુનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mehsana POCSO Court Minor Rape Case Kidnapping Case

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ