બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એવાં જવાબદાર કારણો, જેના લીધે ગુજરાતના મંત્રીમંડળમાં કરાયો મોટો ઉલટફેર, 6 રિપીટ
Last Updated: 11:01 AM, 17 October 2025
Gujarat Politics: ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતા હતા તે સમયે નરેન્દ્ર મોદીએ અનેક વખત ચૂંટણીમાં ચહેરો બદલવાની નીતિ અજમાવી હતી. એ જ નીતિ અંતર્ગત કોવિડ પછી ભાજપે વિજય રૂપાણીની આગેવાની હેઠળની આખી સરકાર બદલી નાંખી હતી. તેના માત્ર એક વર્ષ પછી યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે વખતે “નરેન્દ્ર-ભૂપેન્દ્ર” સૂત્રના આધારે પાર્ટીએ જબરદસ્ત જીત મેળવી હતી. હવે 2027ની ચૂંટણીના બે વર્ષ પહેલા ફરી મોટી સર્જરી થવાના કારણે અનેક રાજકીય પ્રશ્નો ઉભા થયા છે.
ADVERTISEMENT
સૌથી પહેલા જુઓ નવા મંત્રીમંડળનું કન્ફર્મ લિસ્ટ#GujaratAssembly #BJPGujarat #JayeshRadadiya #GujaratPolitics #BJPHighCommand #PoliticalReshuffle #GujaratGovernment #MinisterChanges #oathceremony #narendramodi #amitshah #jayeshradadiya #reevaba #rivabajadeja #jituvaghani… pic.twitter.com/U0a1XddZ5A
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 17, 2025
ADVERTISEMENT
વિશ્લેષકોના મતે આ ઓપરેશનના અનેક કારણો છે. કેટલાક મંત્રીઓ વધુ વયસ્ક હોવાથી તેમની કાર્યક્ષમતા પર અસર પડી હતી, જ્યારે કેટલાક મંત્રીઓ પર ભ્રષ્ટાચારના આરોપો પણ હતા. ખાસ કરીને બચુભાઈ ખાબડ, ભીખુસિંહ પરમાર અને મુકેશ પટેલ વિવાદમાં હતા. જો ભાજપે તેમને અલગ-અલગ રીતે હટાવ્યા હોત તો વિપક્ષે રાજકીય માછલા ધોઈ શક્યા હોત. તેથી પાર્ટીએ એક જ ઝટકામાં તમામ મંત્રીઓના રાજીનામા સ્વીકારીને આખું દૃશ્ય સંતુલિત રાખ્યું છે.
ADVERTISEMENT
આ રાજકીય ફેરફારનું એક મોટું કારણ રાજ્યની આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પણ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જૂનાગઢ અને ગાંધીનગર સહિતના શહેરોમાં ચૂંટણી યોજાવાની છે, જેને “મીની વિધાનસભા ચૂંટણી” પણ કહેવામાં આવે છે. શહેરોમાં ભાજપનું વર્ચસ્વ જાળવી રાખવા માટે પાર્ટી આ સર્જરીને વ્યૂહાત્મક પગલું ગણાવી રહી છે.
કયા નેતાઓને મંત્રીમંડળની શપથવિધિ માટેના ફોન આવ્યા?#GujaratPolitics #BJPMeeting #CabinetExpansion #PMModi #BhupendraPatel #narendramodi #amitshah #JagdishVishwakarma #BJPGujarat #PoliticalUpdate #NewCabinet #DelhiMeeting #ModiGovernment #GujaratNews #vtvdigital pic.twitter.com/YXIi0YSDsA
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 17, 2025
ADVERTISEMENT
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સાથે કરશે મુલાકાત, રાજીનામાંનું લિસ્ટ તેમજ નવા મંત્રીમંડળ અંગે કરશે ચર્ચા#GujaratPolitics #BJPMeeting #CabinetExpansion #PMModi #BhupendraPatel #narendramodi #amitshah #JagdishVishwakarma #BJPGujarat #PoliticalUpdate #NewCabinet #DelhiMeeting… pic.twitter.com/3kBWRjVv3v
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 17, 2025
વધુ વાંચો: LIVE: રીવાબા જાડેજા, જીતુ વાઘાણી અને કાંતિ અમૃતિયાને આવ્યો મંત્રી બનવા ફોન, અહીં જુઓ લિસ્ટ
ADVERTISEMENT

આ આખી પ્રક્રિયાને નવી દિલ્હી ખાતે રવિવારે યોજાયેલી બેઠકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જેમાં પીએમ મોદી અને ગુજરાતના વરિષ્ઠ નેતાઓ હાજર હતા. હવે ભાજપે ભૂપેન્દ્ર પટેલને બદલે જગદીશ વિશ્વકર્માને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. વિશ્વકર્મા અગાઉ સહકાર મંત્રી તરીકે કાર્યરત હતા અને તેમને ગુજરાતના નવા રાજકીય ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે. આ સાથે ગુજરાતની રાજનીતિમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.