બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં શું ચર્ચા થઈ? જીતુ વાઘાણીએ આપ્યો જવાબ
Last Updated: 04:05 PM, 31 December 2025
Gujarat Cabinet Meeting: આજે ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન થયું હતું. આજની આ બેઠક એટલા માટે પણ ખાસ હતી કારણ કે આજની આ બેઠકમાં ઘણા મુદ્દાઓને આવરી લેવામાં આવશે તેમ હતું. જેમાં એક મુદ્દો હાલ પ્રેમલગ્નનો છે જે ખૂબ ચર્ચામાં છે. ત્યારે શું પ્રેમલગ્નના નવા નિયમોને મંજૂરી મળશે કે કેમ તે અંગે ઘણી અટકળોએ જોર પકડયું હતું.
ADVERTISEMENT
હવે કેબિનેટ બેઠક બાદ મંત્રી જીતુ વાઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે. જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠક અંગે જણાવતા કહ્યું કે સાયબર ફ્રોડને લઈને જનતાએ વધુ સાવધ રહેવાની જરૂર છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે ગ્રામીણ બેન્કો માટે પણ પહેલ કરી છે. આજે મળેલી બેઠકમાં નાબાર્ડ દ્વારા ગુજરાત માં નવી જિલ્લા મધ્યસ્થ બેંકો રચવાનો નિર્ણય થયો છે. તો સાથે સહકારિતા વિભાગે કેબિનેટમાં નિર્ણય કરી જિલ્લા બેન્કો સહિત 9 નવી સહકારી બેંકોને મંજૂરી આપી છે. વાઘાણીએ વધુમાં જણાવ્યું કે 3 ટ્રિલિયન ઈકોનોમી માટે પઆન કામ થઈ રહ્યું છે. GDP માં વધારો કરવા માટે પણ રાજ્ય કામ કરી રહયું છે. કેટલાક જિલ્લામાં જીડીપી 50 ટકાથી વધુ તો બાકી રહેતા જિલ્લામાં જીડીપી વધારવા કામ કરવા મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને સૂચના આપી છે.
ADVERTISEMENT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી આજની કેબિનેટની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓ શરૂ કરવાની પણ ચર્ચા થવાની હતી. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર ના પ્રવાસે છે. પીએમ મોદી આગામી દિવસોમાં કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ વાયબ્ર સમિટમાં ભાગ લેવા માટે ગુજરાતના પ્રવાસે છે.
ADVERTISEMENT
ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં આગામી બજેટની તૈયારીઓ અંગે પણ ચર્ચા થવાની હતી. જેમાં રાજ્ય સરકારની આગામી આયોજનો અને નીતિગત વિષયો પણ બેઠકમાં કેન્દ્રનું સ્થાન હતું. આટલું જ નહીં પણ આજની બેઠકમાં ખેડૂતો માટે પણ ચર્ચા મુખ્ય સ્થાને હતી જેમાં ખાસ કરીને રવિ સિઝનમાં રવિપાક માટે રાસાયણિક ખાતર અને સિંચાઈના પાણી અંગે ખાસ ધ્યાન આપવામાં આવશે તેવું મનાઈ રહ્યું હતું.
આજે મળેલી બેઠકને લઈને સૌથી વધુ એ ચર્ચાએ જોર પાક્યું હતું કે શું કેબિનેટ લગ્નનોંધણીના સુધારેલા નિયમોને મંજૂરી આપશે કે નહીં. પણ છેલ્લી 2 કેબિનેટ બેઠકમાં પ્રેમલગ્નની નોંધણીના નિયમોમાં સુધારાની ચર્ચા થઈ જ નથી. હજુ પણ આ મુદ્દે ચર્ચા મુલતવી રહી છે. જો કે 15 દિવસ અગાઉ મળેલી કેબિનેટમાં નવા નિયમો અંગે થવાની હતી ચર્ચા પણ હજુ સુધી આ અંગે બેઠકમાં ચર્ચા થઈ નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
પહેલા તલાટી પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રક્રિયા કરાવવામાં આવતી હતી હવે આ લગ્ન નોંધણીની ફાઈનલ પ્રક્રિયા વર્ગ 2 અધિકારી પૂર્ણ કરશે. તલાટી પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી વર્ગ 2 અધિકારીને મોકલશે.પ્રેમલગ્ન કરનારાઓની નોંધણી માટે તેમના માતા-પિતાને નોટિસ મોકલાશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.