બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કીર્તિસ્થંભથી 56 સીડી સુધી માણસ જ માણસ, દ્વારકામાં નવા વર્ષે ભક્તોનું ઘોડાપુર

દેવભૂમિ દ્વારકા / કીર્તિસ્થંભથી 56 સીડી સુધી માણસ જ માણસ, દ્વારકામાં નવા વર્ષે ભક્તોનું ઘોડાપુર

Vidhata Gothi

Last Updated: 11:19 AM, 31 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Devbhoomi Dwarka News: ગુજરાતના યાત્રાધામ દ્વારકામાં નવા વર્ષને લઈને ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. દ્વારકામાં આજે વર્ષના છેલ્લા દિવસે વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

Devbhoomi Dwarka News: વર્ષના મહત્ત્વના દિવસોએ ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શને પહોંચે છે. ત્યારે આજે વર્ષના છેલ્લા દિવસે પણ યાત્રાધામ દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પહોંચેલા ભક્તોની લાંબી લાઇન જોવા મળી.

આજે વર્ષ 2025નો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે આ વર્ષનો અંત અને નવા વર્ષની શરૂઆત કરવા ઘેલછા સાથે દ્વારકા પહોંચ્યા છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. ત્યારે દ્વારકામાં ભક્તોની ભારે અવરજવર જોવા મળી રહી છે. જેને પગલે શહેરના હોટેલ, ધર્મશાળા અને લોજમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે.

vtv app promotion

દ્વારકાધીશ મંદિરમાં વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી ગઈ છે. દ્વારકામાં આવેલા કિર્તિસ્તંભથી લઈને 56 સીડી સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે મંદિર વહીવટી તંત્રએ પણ ભીડને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરી છે. મંદિર પરિસરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી, ત્યારે સવારથી જ મંદિરમાં 'દ્વારકાધીશની જય'ના નારા લાગી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદનો આ મોટો અંડરપાસ અઠવાડિયા માટે બંધ કરી દેવાયો, ચાલી રહ્યું છે બુલેટ ટ્રેનનું કામ

વધતા પ્રવાસીઓના પ્રવાહને કારણે દ્વારકાની રસ્તાઓ પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં વાહનો દ્વારકા આવતા ખોડિયાર ચેક પોસ્ટથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક લોકો અને ભક્તો બંનેને સુવિધા આપવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Crowd at Dwarka Dwarka Temple Devbhoomi Dwarka
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ