બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના વેજલપુરમાં રહેણાંકના ઘરમાં આગ લાગતાં પિતા-પુત્ર જીવતા બળ્યાં, મધરાતે સુતા હતા ત્યારે ફાટી નીકળી આગ

દુર્ઘટના / અમદાવાદના વેજલપુરમાં રહેણાંકના ઘરમાં આગ લાગતાં પિતા-પુત્ર જીવતા બળ્યાં, મધરાતે સુતા હતા ત્યારે ફાટી નીકળી આગ

Priyankka Triveddi

Last Updated: 03:36 PM, 24 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આજે એક ખૂબ જ ગોઝારી ઘટના બની છે જેમાં ઘરમાં આગ લાગવાને કારણે પરિવારના 2 જણાએ જીવ ગુમાવ્યો છે.

Ahmedabad Fire Incident: અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં મકરબા રોડ પર બકેરી સિટી નજીક આવેલી કૃષ્ણનગર રો-હાઉસ સોસાયટીમાં મધરાતે ભીષણ આગ લાગવાની દુર્ઘટનાએ બે નિર્દોષ જિંદગીઓ છીનવી લીધી છે. મકાન નંબર 4માં આજે વહેલી સવારે આશરે 3:30 વાગ્યે આગ ફાટી નીકળી હતી. ઘટનાના સમયે ગોહિલ પરિવારના પાંચ સભ્યો ઘરમાં ઊંઘમાં હતા. આગ ઝડપથી ફેલાતા પિતા ધ્રુવભાઈ ગોહિલ અને તેમનો 9 વર્ષીય પુત્ર શાશ્વત ગંભીર રીતે દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જ્યારે ઘરમાં હાજર ત્રણ સભ્યોનો આબાદ બચાવ થયો હતો. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ છે.

ઊંઘમાંથી જાગતાં જ ધુમાડો

મૃતક ધ્રુવભાઈ ગોહિલના પત્ની મિતલબેને જણાવ્યું હતું કે તેઓ પતિ અને પુત્ર શાશ્વત સાથે એક રૂમમાં સૂતા હતા. જ્યારે સાસુ અને દીકરી ધૂમી બાજુના રૂમમાં સૂતા હતા. રાત્રિના આશરે સાડા ત્રણ વાગ્યે અચાનક ધુમાડો અને ગૂંગળામણ અનુભવાતા તેઓ જાગી ગયા હતા. શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને રૂમમાં અંધારું હોવાથી કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું. તેમણે પતિને જગાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ બેભાન જેવી સ્થિતિમાં હતા. વધુ ધુમાડાને કારણે મિતલબેને પતિને ઘસડીને સાસુના રૂમમાં લઈ જવાનો પ્રયાસ કર્યો પરંતુ તે દરમિયાન પુત્ર શાશ્વત નજરે પડ્યો નહોતો. ગૂંગળામણ વધતા તેઓ સાસુ અને દીકરી સાથે ગેલેરી તરફ ગયા અને પડોશીના મકાન મારફતે નીચે ઉતરી પોતાનો બચાવ કર્યો.

vejalpur-fire-house

ફાયરબ્રિગેડની તાત્કાલિક કામગીરી

આગ લાગતાં જ સ્થાનિકોએ તુરંત ફાયરબ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની બે કરતાં વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ ઉપર અને નીચે બંને માળે ફેલાઈ ગઈ હતી અને થોડા જ સમયમાં સમગ્ર મકાન આગની લપેટમાં આવી ગયું હતું. રેસ્ક્યુ કામગીરી દરમિયાન ફાયરકર્મીઓએ ધ્રુવભાઈ અને શાશ્વતને ઘરની અંદરથી બેભાન હાલતમાં બહાર કાઢ્યા હતા. બંનેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મિતલબેન પણ દાઝેલી હાલતમાં સારવાર હેઠળ છે. વેજલપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં જોડાઈ હતી.

આ પણ વાંચો: રાધનપુર ચોકડી અકસ્માતમાં નવો વળાંક, યુવકે પોતે જ ટ્રક નીચે પડતું મૂકતા શરીરના ટુકડેટુકડા

vtv app promotion

શોર્ટ સર્કિટની આશંકા, તપાસ શરૂ

પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે એફએસએલ (FSL)ની મદદથી વધુ તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર ફાયર સેફ્ટી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. અચાનક લાગેલી આગે ગોહિલ પરિવારના બે સદસ્યોનો જીવ લેતા પરિવારને ખૂબ મોટી ખોટ પડી છે અને આ આકસ્મિક ઘટનાને લીધે આ વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Krishnanagar row house b Vejalpur house fire Ahmedabad fire incident
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ