બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શહેરનું એક માર્કેટ પ્લેન્સ માટે બની રહ્યું છે જોખમી, બની રહી છે બર્ડ હિટની ઘટનાઓ

Ahmedabad Plane Crash / શહેરનું એક માર્કેટ પ્લેન્સ માટે બની રહ્યું છે જોખમી, બની રહી છે બર્ડ હિટની ઘટનાઓ

Vidhata Gothi

Last Updated: 10:31 AM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Plane Crash: ગુરુવારે એર ઇન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ ગઈ, જેમાં ઘણા લોકો જીવતા હોમાઈ ગયા. આ દુર્ઘટના ઘટવા પાછળ જુદા જુદા કારણો ચર્ચાઈ રહ્યા છે, જેમાં એક બર્ડ હિટ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદનું ફિશ માર્કેટ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનાઓ માટે કારણભૂત બની રહ્યું છે.

Ahmedabad Plane Crash: ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે બપોરે લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 એક ભયંકર દુર્ઘટનાનો ભોગ બની ગઈ. ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી જ વિમાનનું સંતુલન અચાનક ખોરવાઈ ગયું અને મેઘાણીનગર વિસ્તારમાં આવેલી એક મેડિકલ કોલેજની બિલ્ડિંગ સાથે અથડાઈ ગયું. આ બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ક્રૂ સહિત કુલ 242 લોકો સવાર હતા. ત્યારે આ દુર્ઘટના ઘટના પાછળના ઘણા કારણો ચર્ચાઈ રહ્યા છે. જેમાંથી એક બર્ડ હિટ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદનું ફિશ માર્કેટ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનાઓ માટે કારણભૂત બની રહ્યું છે.

અમદાવાદ એરપોર્ટ નજીક આવેલા અસારવા ફિશ માર્કેટ અને તેને લીધે ત્યાં ઉડતા પક્ષીઓ વિમાન માટે ખતરો બની રહ્યા છે. વહીવટીતંત્ર વર્ષોથી આ ખતરાથી વાકેફ હોવા છતાં, ફિશ માર્કેટને મકરબામાં ખસેડવાનો નિર્ણય હજુ સુધી અમલમાં મૂકવામાં આવ્યો નથી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલમાં આ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર,

'2011 માં, ગુજરાત ફિશરીઝ સેન્ટ્રલ કો-ઓપરેટિવ એસોસિએશન લિમિટેડ (GFCCA) એ અસારવામાં 10,241 ચોરસ મીટર જમીન પર ફિશ માર્કેટ સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો સ્થાનિક નેતાઓએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ GFCCA એ શહેરના પશ્ચિમ ભાગમાં - સેટેલાઇટ, બોડકદેવ અને મકરબામાં વૈકલ્પિક પ્લોટની માંગ કરી. AMCના એસ્ટેટ ડિપાર્ટમેન્ટે વિવિધ વિકલ્પો સૂચવ્યા. જેમાંથી મકરબામાં TP સ્કીમ નંબર 84 (B) માં 5,601 ચોરસ મીટર પ્લોટને ફાઈનલ કરવામાં આવ્યો.'

રિપોર્ટ અનુસાર, AMC ની વેલ્યુએશન કમિટીએ અસારવા પ્લોટની વેલ્યુ ₹43.72 કરોડ (₹42,700 પ્રતિ ચોરસ મીટર) અને મકરબા પ્લોટની વેલ્યુ ₹42.65 કરોડ (₹76,150 પ્રતિ ચોરસ મીટર) કરી. આમ, બંને પ્લોટ વચ્ચે ₹1.07 કરોડનો તફાવત હતો, જે GFCCA એ AMC ને ચૂકવવાનો હતો. આ પ્લોટ અદલા-બદલીનો પ્રસ્તાવ 6 ઓક્ટોબર 2022 ના રોજ સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેને હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી. આ કારણે, આજે પણ અસારવામાં માછલી બજાર AMC દ્વારા ફાળવવામાં આવેલી કામચલાઉ દુકાનોમાંથી ચલાવવામાં આવી રહ્યું છે.

એક અધિકારીએ જણાવ્યું કે,

"GFCCA ને અસારવામાં માછલી બજાર માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી ₹2.90 કરોડની ગ્રાન્ટ મળવાની હતી, પરંતુ સ્થાનિક વિરોધને કારણે આ પ્લાન 2019 થી અટકી પડ્યો છે. સમિતિની મંજૂરીના અભાવે મકરબા સ્થળાંતર કરવાનો પ્લાન પણ અટકી ગયો છે. હાલમાં, બજાર અસારવામાં ફાળવવામાં આવેલી દુકાનોમાંથી જ ચાલી રહ્યું છે."
Vtv App Promotion 2

કબૂતરો બની ગયા માથાનો દુઃખાવો

6 ઓક્ટોબર, 2022 ના રોજ, રાજ્ય સરકારના તત્કાલીન અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં પર્યાવરણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેનો ઉદ્દેશ્ય એરપોર્ટ વિસ્તારમાં બર્ડ સ્ટ્રાઈકની ઘટનાઓને રોકવા માટેના પગલાંની ચર્ચા કરવાનો હતો. આ બેઠકમાં, એરપોર્ટ નજીક કબૂતર ઉડાડવાની સ્પર્ધાઓ મુખ્ય વિષય હતો. એરપોર્ટ વહીવટીતંત્રે AMC ને આવી સ્પર્ધાઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને એમ કહીને જવાબદારી ટાળી દીધી હતી કે તે તેના અધિકારક્ષેત્રમાં આવતી નથી. અંતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે AMC અને એરપોર્ટ ઓપરેટર સંયુક્ત નિરીક્ષણ કરશે અને સ્પર્ધાઓ વિશે માહિતી એકત્રિત કરશે. એવું કહેવામાં આવ્યું હતું કે આ સ્પર્ધાઓ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં - અસારવા, સરદારનગર, કુબેરનગર અને મેઘાણીનગર - યોજવામાં આવે છે જે ઉડ્ડયન સલામતી માટે ગંભીર પડકાર ઉભો કરે છે.

આ પણ વાંચો: PM મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઘાયલો અને મૃતકોના પરિજનો સાથે કરી મુલાકાત, ચહેરા પર જોવા મળ્યું ઉંડુ દુઃખ

બેદરકારી બની રહી છે જોખમનું મૂળ

ફિશ માર્કેટને ખસેડવાની અને કબૂતર દોડ પર કાર્યવાહી કરવાની યોજનાઓ વર્ષોથી પેન્ડિંગ છે. આને કારણે, અમદાવાદ એરપોર્ટ પર બર્ડ સ્ટ્રાઈકનો સતત ભય રહે છે. તાજેતરના વિમાન દુર્ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે વહીવટી નિષ્ક્રિયતાને કારણે મોટી દુર્ઘટના ઘટી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash Asarwa fish Market Gujarat News
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ