બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 70 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી થતાં જમીનદોસ્ત કરાઈ, AMCએ હાથ ધરી કાર્યવાહી

કામગીરી / અમદાવાદમાં 70 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી થતાં જમીનદોસ્ત કરાઈ, AMCએ હાથ ધરી કાર્યવાહી

Priyankka Triveddi

Last Updated: 11:41 AM, 22 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં AMC એ 70 વર્ષ જૂની પાણીની ટાંકી જમીનદોસ્ત કરી દીધી છે. 10 માળ ઊંચી આ ટાંકીને સુરક્ષાના પગલે ઉતારી લેવામાં આવી છે.

Ahmedabad News: અમદાવાદમાં 70 વર્ષ જૂની પાણીની ટાંકી જમીનદોસ્ત

અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલી લગભગ 70 વર્ષ જૂની અને 10 માળ ઊંચી પાણીની ટાંકીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવી છે. 21 જાન્યુઆરીના રોજ વહેલી સવારે JCB મશીનની મદદથી તેને સંપૂર્ણ રીતે ધરાશાયી કરવામાં આવી હતી. સારંગપુરમાં રહેલી આ 70 વર્ષ જૂની પાણીની ટાંકીને તોડવા માટે પ્રલીવાર JCB મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પાણીની ટાંકી પર ક્રેનની મદદથી JCBને ચડાવવામાં આવ્યું હતું.

sarangpur-tankio

જો કે આ પગલું AMC એ લોકોના હિત માટે લીધું છે. થોડા સમય પહેલા સારંગપુરની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી અને તે અંગે લોકોએ ધ્યાન ધરીને વીડિયો બનાવ્યો હતો અને તે AMCના ધ્યાને પડતાં જાહેર સલામતીના હિતમાં તેને ઉતારવાનો નિર્ણય લેવાયો હતો. આ ટાંકી ધરાશાયી થઈને તેને ઉતારવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ટાંકી તોડવાની પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોને સ્થળ પર તૈનાત રાખી હતી. સુરક્ષા કારણોસર મધરાતે 12 વાગ્યાથી કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર તરફ અને સાળંગપુરથી ટાંકી તરફ જતા તમામ માર્ગોને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદના જજીસ બંગલોમાં પતિએ પત્ની પર કર્યું ફાય*રિંગ પછી આપ*ઘાત કર્યો, 2 મહિના પહેલા લગ્ન

vtv app promotion

રાત્રિના સમયે ટ્રાફિક ઓકચો હોય અને શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાના થાય તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ રોડ પર અવર જવર શરૂ કરી શકાય તે માટે રાત્રે જ સફાઇ પણ કરી દેવાઈ હતી. AMC દ્વારા હવે આ તોડી પડાયેલી ટાંકીના કાટમાળને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા આસપાસના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad AMC action Salangpur water tank demolition Ahmedabad News
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ