બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Gujarat New state bjp president CR Patil Press conference

નિવેદન / શું હાર્દિક પટેલ સામે તમારી નિમણૂંક થઈ? સી.આર. પાટીલે આપ્યો આ જવાબ, તો જીતુ વાઘાણીએ જાણો શું કહ્યું...

Hiren

Last Updated: 08:10 PM, 20 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઇને છેલ્લા કેટલાક સમયગાળાથી અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે ભાજપ હાઇકમાન્ડે નવસારીના સાંસદ અને ભાજપના પીઢનેતા સી.આર.પાટીલને ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પદ પર જીતુ વાઘાણીની મુદત પૂરી થતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ અંગે સી.આર. પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી.

  • ગુજરાત ભાજપના પ્રમુખ પદે સી.આર. પાટીલની વરણી
  • સી.આર.પાટીલની વરણી પર જીતુ વાઘાણીએ આપ્યું નિવેદન
  • મુખ્યમંત્રી અને નેતાઓએ અભિનંદન પાઠવ્યા

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે વરણી થવા પર સી.આર. પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ પુરી તાકાત સાથે કામ કરતા હોય છે. સરકાર પણ એજ રીતે કામ કરે છે. સંગઠન પણ પોતાની જવાબદારીને જાળવીને કામગીરી કરે છે. ગુજરાતને આગળ વધારવામાં આપનો સાથ અને સહકાર ઇચ્છું છું.

વધુમાં તેમણે કહ્યું કે, આવનારો પથ પર અમે સરળતાથી આગળ વધી શકીશું. એવો વિશ્વાસ આપું છું. આ જવાબાદરી મળી છે તે ખુબ મોટી જવાબદારી છે. એ જવાદારી પૂર્ણ કરવા અને સફળ કરવા પ્રયત્નો કરીશું. સંઘ દ્વારા અમને શિક્ષણ મળે છે. સંઘમાં શિખવવામાં આવે છે કે, જવાબદારી માટે સક્ષમ બનો. ખુબ મોટી જવાબદારી સાથે સરળતાથી કામ પૂર્ણ કરીશું તેવો વિશ્વાસ છે.

હાર્દિક પટેલને કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા બાદ તેની સામે તમારી નિમણૂંક કરવામાં આવી છે?

એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હાર્દિક પટલે એ કોંગ્રેસના કાર્યકર્તા હતા કે બી ટીમના એક સભ્ય હતા. તેમના વિશે મારે કંઇ કહેવું નથી. હું બીજા કોઇને મારી સાથે સરખાવતો નથી. મારી કામ કોંગ્રેસને વખોડવાનું નહીં હોય, તત્પર રહીશું અને પરિણામ આપીશું. પરંતુ અમારી પાર્ટી ગુજરાત માટે ખુબ સારુ કામ કરે છે, આગામી સમયમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખુબ જ પ્રયત્ન કરીશું. કોરોનાના કારણે ઉભી થયેલી સ્થિતિમાં પણ દરેક વ્યક્તિઓને કાર્યકર્તાઓ મદદ કરતો આવ્યો છે.

વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા વેન્ટિલેટરની પોતે વિઝિટ કરીને વ્યવસ્થા કરી. સરકારીની સાથે ખાનગી હોસ્પિટલોને રણ વેન્ટિલટેર આપ્યા છે.

પ્રમુખ પદ માટે મારી કોઈ અપેક્ષા ન હતીઃ સી.આર. પાટીલ

આ અગાઉ તેમણે કહ્યું હતું કે, ભાજપમાં કાર્યકર્તાઓને મહત્વ અપાય છે, આવું ભાજપમાં જ શક્ય છે. પ્રમુખ પદ માટે મારી કોઈ અપેક્ષા ન હતી. પાર્ટી મારામાં વિશ્વાસ રાખે છે.લોકોની સેવા કરતા રહીશું. વધુમાં તેમણે કહ્યું કે, મારો જન્મ ગુજરાતમાં થયો છે. કારણ કે મારા જન્મ વખતે મહારાષ્ટ્ર અને ગુજરાત એક હતા.

આગામી પેટાચૂંટણી પર તેમણે કહ્યું કે, 8 બેઠકો પર પેટાચૂંટણી છે, આ તમામ પર ભાજપ જીતશે. હાલ ચૂંટણીને લઇને કાર્યકર્તાઓને જવાબદારી આપવાનું શરૂ થયું છે. અત્યારે પાર્ટી ખુબ જ મજબૂત છે. સંગઠનની શક્તિ સાથે આગળ વધીશું.

રાજ્યસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતની સત્તાધારી પાર્ટી ભાજપના સંગઠન અને સરકારમાં કેટલાક ફેરફારો થવાની તૈયારીઓ થઇ રહી છે. કોરોનાના કારણે કેટલાક ફેરફારો અટકી પડ્યા હતા. ત્યારે હવે આ ફેરફારો અંગે વિચારણા શરૂ થઇ ચૂકી છે. તેવામાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણીની મુદત પૂરી થઈ ગઈ છે. જેથી નવા પ્રમુખથી માંડીને આખા સંગઠન સહિત રાજ્યના મંત્રી મંડળમાં ફેરફાર કરવાની દિશામાં પ્રક્રિયા શરૂ થઈ રહી છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ પદે સી.આર.પાટીલની વરણી પર જીતુ વાઘાણીનું નિવેદન

જીતુ વાઘાણીએ નવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની નિમણૂંક બદલ અભિનંદન પાઠવ્યા છે. તમામ કાર્યકરો અને નેતાઓને ખભેથી ખભો મિલાવીને કામ કરવાની અપીલ કરી છે. વાઘાણીએ તમામ સાથીદારોનો આભાર માન્યો હતો અને તેમને મળેલો સહકાર નવા અધ્યક્ષને પણ મળે તેવી લોકોને અપીલ કરી છે.

વાઘાણીએ કહ્યું કે, જુદી-જુદી ચૂંટણીઓમાં સાથી તરીકે અમે કામ કર્યુ છે. વર્ષોથી સાથે મળીને કામ કર્યુ છે આગળ પણ કરીશું. CR પાટીલના નેતૃત્વમાં સંગઠન વધુ મજબુત બનશે. પક્ષે મને નાની ઉમરમાં મોટી જવાબદારી સોંપી હતી. અમારી પાર્ટીના તમામ સાથીદારોનુ આભાર માનુ છું. તમામ મીડિયા મિત્રોનો પણ ખુબ ખુબ આભાર વ્યકત કરુ છું. સમગ્ર ટીમ ખભેથી ખભે મિલાવી કામ કરીશુ.

નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ CMની પ્રતિક્રિયા

નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, આગામી ચૂંટણીમાં ભાજપ વિજય પ્રાપ્ત કરશે અને સીઆર પાટીલને અમે આવકારીએ છીએ. સીઆર પાટીલ પાયાના કાર્યકરથી અધ્યક્ષ પદ સુધી પહોંચ્યા છે તેના બદલ તેમને શુભકામના પાઠવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ