બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / ભાવનગરના સમાચાર / VIDEO : હા મોજ હા! માયાભાઈ આહિરે બોલાવી રાસડાં-ગરબાની રમઝટ, નવરાત્રીમાં કરી માતાજીની આરાધના

મહુવા / VIDEO : હા મોજ હા! માયાભાઈ આહિરે બોલાવી રાસડાં-ગરબાની રમઝટ, નવરાત્રીમાં કરી માતાજીની આરાધના

Hiralal Parmar

Last Updated: 01:54 PM, 27 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પણ નવરાત્રીના રંગમાં રંગાયા છે. માયાભાઈએ મહુવાના સમુદ્રી માતાના મંદિરે રાસડા લઈને માતાજીની આરાધના કરી હતી.

ડાયરા કે કાર્યક્રમમાં લોકોને મન નહીં પેટ ભરીને હસાવતાં લોક લાડીલા લોકસાહિત્યકાર માયાભાઈ નવરાત્રીમાં ભક્તિના રંગે રંગાયા છે. નવરાત્રીમાં માતાજીની આરાધનાની પોતાની હંમેશની પ્રથા જાળવી રાખતાં માયાભાઈ આહિરે મહુવાના સમુદ્રી માતાના મંદિરે રાસડાં અને ગરબાની રમઝટ બોલાવી હતી. મંદિરમાં તેઓ ચાહકો અને લોકો સાથે રાસડાં લેતાં જોવા મળ્યાં હતા.

તબલા અને મંજીરા સાથે માતાજીની આરાધના

માયાભાઈએ જૂની પરંપરા પ્રમાણે તબલા અને મંજીરા ની સાથે ગરબા ગાઈને માતાજીની આરાધના કરી હતી. લોકો પણ તેમની સાથે ગરબે રમતાં જોવા મળ્યાં હતા.

વધુ વાંચો : VIDEO : શું ગિટાર વગાડે છે? UNમાં પાક.ની પિપૂડી વગાડનાર પેટલ ગેહલોત સંગીતપ્રેમી, ઝણઝણી જશે હૃદયના તાર

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

આ પ્રસંગનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં માયાભાઈ મંદિરમાં રાસડા લેતાં અને ગરબે રમતાં દેખાઈ રહ્યાં છે.

ક્યાંના છે માયાભાઈ

માયાભાઈ આહિરનું મૂળ વતન ભાવનગરના તળાજા તાલુકાનું કુંડવી ગામ છે. પરંતુ તેમાં હાલમાં બોરડા ગામમાં રહે છે. 16 May 1972માં કુંડવીમાં તેમનો જન્મ થયો હતો. તેમની ડ્રાઈવરથી ડાયરા કિંગની સફર અદ્દભુત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mayabhai ahir garba mayabhai ahir garba news navratri 2025
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ