બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિસનગરમાં ભાજપના નગરસેવકે જીવન ટૂંકાવ્યું, ચૂંટણીમાં બન્યા હતા બિનહરીફ વિજેતા
Last Updated: 02:49 PM, 8 June 2026
Visnagar News : મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. વાસ્તવમાં વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર-1ના ભાજપના નગરસેવક દીપક મોદીએ ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવતા રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તાજેતરમાં જ બિનહરીફ ચૂંટાઈ આવેલા દીપક મોદીનું આકસ્મિક નિધન તેમના પરિવાર, સમર્થકો અને સ્થાનિક નાગરિકો માટે આઘાતજનક ઘટના બની છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
પ્રાથમિક વિગતો મુજબ દીપક મોદી વિસનગરના કાંસા એન.એ. વિસ્તારની ગણેશનગર સોસાયટીમાં રહેતા હતા. વહેલી સવારે તેઓ શહેર નજીક આવેલા રેલવે ટ્રેક પર પહોંચ્યા હતા જ્યાં વરેઠા-ગાંધીનગર પેસેન્જર ટ્રેનની નીચે આવી જતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના પટણી દરવાજા પાસેથી માટેલ હોટલ તરફ જતા માર્ગ નજીક આવેલા રેલવે ટ્રેક વિસ્તારમાં બની હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
વિસનગરમાં ભાજપ નેતાનો આપ*ઘાત
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 8, 2026
નગરસેવક દીપક મોદીએ ટ્રેન નીચે પડતું મુકી ટુંકાવ્યું જીવન, નગરપાલિકાની
ચૂંટણીમાં વોર્ડ નંબર-1માં બિનહરીફ વિજેતા બન્યા હતા દીપક મોદી
વિસનગર નજીક રેલ્વે ટ્રેક પર કચડાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ#Visnagar #DeepakModi #BJP #Mehsana #PoliticalNews… pic.twitter.com/d95YGJAWXH
ADVERTISEMENT
તાજેતરમાં જ બિનહરિફ ચૂંટાયા હતા દીપક મોદી
દીપક મોદી તાજેતરમાં યોજાયેલી વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર-1માંથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. સ્થાનિક સ્તરે તેમની સક્રિય કામગીરી અને લોકસંપર્કને કારણે તેઓ રાજકીય ક્ષેત્રમાં એક ઓળખ ઉભી કરી રહ્યા હતા. પાલિકામાં પણ તેમને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ઘટનાના સમાચાર મળતાં ભાજપના હોદ્દેદારો, નગરસેવકો, કાર્યકરો અને તેમના શુભેચ્છકો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. શહેરમાં અનેક લોકો દ્વારા તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસનગરમાં શોકનું વાતાવરણ સર્જી દીધું છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : આદ્રા નક્ષત્ર બેસતા જ વરસાદ ભુક્કાં બોલાવશે, દરિયો બનશે ગાંડોતૂર: અંબાલાલ
ADVERTISEMENT
હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી, જેના કારણે આત્મહત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ પરિવારજનોના નિવેદનો, મોબાઇલ કોલ રેકોર્ડ અને અન્ય ઉપલબ્ધ પુરાવાઓના આધારે ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.