બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં પરિણીતાની છેડતી કરતા પતિએ યુવકનું કાસળ કાઢી નાખ્યું, નિપજ્યું મોત

ક્રાઇમ / સુરતમાં પરિણીતાની છેડતી કરતા પતિએ યુવકનું કાસળ કાઢી નાખ્યું, નિપજ્યું મોત

Priykant Shrimali

Last Updated: 03:18 PM, 8 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Crime : પરિણીત મહિલાની છેડતી બાદ પતિએ કરી યુવકની હત્યા, અહીં જાણો તમામ વિગતો એક જ ક્લિકે

Surat Crime : સુરત શહેરમાં ક્રાઇમની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અલથાણ વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનાએ ફરી એકવાર શહેરની કાયદો-વ્યવસ્થાને લઈને ચર્ચા જગાવી છે. એક યુવકની નિર્મમ હત્યા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે. વિગતો મુજબ પરિણીત મહિલાની છેડતી કરવાનો આરોપ બાદ યુવકની હત્યા કરાઇ છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ અલથાણ વિસ્તારમાં રહેતા રાહુલ રાજપૂત નામના યુવકનું હુમલામાં મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક પર એક પરિણીત મહિલાની છેડતી કરવાનો આરોપ હતો. મહિલાએ આ બાબતની જાણ પોતાના પતિને કરતાં સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો. આરોપી રાજીવ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચ્યો હતો. ત્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો હતો. ગુસ્સે ભરાયેલા રાજીવએ રાહુલ પર સિમેન્ટના પતરાથી હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

હુમલાના કારણે રાહુલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર ઘા લાગવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતાં અલથાણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે પણ સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : વિસનગરમાં ભાજપના નગરસેવકે જીવન ટૂંકાવ્યું, ચૂંટણીમાં બન્યા હતા બિનહરીફ વિજેતા

પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી રાજીવને પકડી પાડ્યો છે. હાલ આરોપી સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ઘટના સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને ઘટનાના ચોક્કસ કારણો તેમજ અન્ય સંજોગોની પણ માહિતી એકત્ર કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Rajput Murder Althan Murder Case Surat News
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ