બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 1067 સીટની ગણતરી પૂર્ણ, 984 સીટ પર કમળ ખીલ્યું, 83માં કોંગ્રેસ આગળ

ગુજરાત / 1067 સીટની ગણતરી પૂર્ણ, 984 સીટ પર કમળ ખીલ્યું, 83માં કોંગ્રેસ આગળ

Published By: Bijal Vyas

Last Updated: 10:11 AM, 28 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે 28 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થશે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે.

આજે 28 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થશે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કુલ 10 હજાર 5 સીટમાંથી 732 સીટ બિનહરીફ થઈ ચૂકી છે. હાલની વાત કરીએ તો, 1067 સીટની ગણતરી પૂર્ણ, 984 સીટ પર ભાજપ અને 83માં કોંગ્રેસ આગળ છે.

જો કે, આ ચૂંટણી જે પાર્ટી સૌથી વધુ પાલિકા-પંચાયતો જીતશે તેને 2027ની વિધાનસભા ચૂંટણીમાં સત્તા મળવાનો રસ્તો સરળ બનશે. ભાજપ સામે 2021ના પરિણામો રીપિટ કરવાનો તો કોંગ્રેસ અને આપ માટે અસ્તિત્વનો પડકાર છે.

Gujarat municipal elections

નોંધનીય છે કે, 2021ની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હતા અને તેમના નેતૃત્વમાં પાર્ટીએ 61 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર 90 ટકા બેઠકો જીતી હતી. હવે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ છે અને પરિણામો જાળવી રાખવાની સૌથી મોટી ચેલેન્જ છે.

આ પણ વાંચો: મતગણતરી પહેલાં જ 722 બેઠકો પર ભાજપની જીત, કમળને થયા જીતના શુકન

જો 2021ના પરિણામો કરતા નબળું પ્રદર્શન કરશે તો 2027ની ચૂંટણી સુધીમાં સંગઠન-સરકારમાં મોટા ફેરફાર થવાની શક્યતા પણ નકારી શકાશે નહીં. જગદીશન પંચાલના નેતૃત્વમાં આ પહેલી ચૂંટણી લડાઈ છે અને અહીં જ તેમની અગ્નિપરીક્ષા થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Local election Resul tupdate municipal corporation result

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ