ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / PNG-LPG બંને કનેક્શન હોય તો આ દિવસ સુધી પાછા આપવા પડશે, ગુજરાતમાં ગેસ પર સરકારનો નિર્ણય

મોટી અપડેટ / PNG-LPG બંને કનેક્શન હોય તો આ દિવસ સુધી પાછા આપવા પડશે, ગુજરાતમાં ગેસ પર સરકારનો નિર્ણય

Published By: Priykant Shrimali

Last Updated: 04:14 PM, 16 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Gas Update : ગુજરાતમાં ગેસ પુરવઠા અંગે રાજ્ય સરકારના મહત્વપૂર્ણ નિર્ણયો, PNG-LPG બંને કનેક્શન હોય તો... અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Gujarat Gas Update : હાલ મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ફરી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ગુજરાતમાં ગેસ પુરવઠાને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના વર્ષ 2026–27ના અંદાજપત્ર સંબંધિત કાર્યક્રમ દરમિયાન અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ગેસ પુરવઠા અંગે અનેક સ્પષ્ટતાઓ આપવામાં આવી હતી.

શું કહ્યું અધિક મુખ્ય સચિવે ?

અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઘરેલુ LPG સિલિન્ડરનો પુરવઠો પૂરતો છે અને બફર સ્ટોક પણ સતત વધારવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે સંકલન કરીને પુરવઠો સુનિશ્ચિત કરી રહી છે જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે. ઘરેલુ તેમજ કોમર્શિયલ ઉપયોગ માટે PNG ગેસનો જથ્થો પણ પૂરતો ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

LPGનો પુરવઠો 20 ટકા જેટલો વધારવામાં આવ્યો

સરકારના જણાવ્યા મુજબ હાલમાં રાજ્યમાં LPGનો પુરવઠો સામાન્ય કરતાં લગભગ 20 ટકા જેટલો વધારવામાં આવ્યો છે. જ્યાં PNG નેટવર્ક ઉપલબ્ધ નથી એવા વિસ્તારોમાં LPG કનેક્શન આપવાની મર્યાદા 70 ટકા સુધી રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત વર્ષભર ભોજન સેવા આપતી ધાર્મિક સંસ્થાઓને 10 ટકા મર્યાદા સાથે કોમર્શિયલ LPG કનેક્શન આપવા પણ મંજૂરી આપવામાં આવી છે.

આ લોકોએ બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવું પડશે

સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જણાવ્યું છે કે, જેમના ઘરે PNG અને LPG બંને કનેક્શન છે તેઓએ બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવું પડશે. હાલમાં સરકાર PNG તરફ પરિવર્તનને પ્રાથમિકતા આપી રહી છે. ગેસ વિતરણમાં પારદર્શિતા રહે તે માટે ગેસ એજન્સીઓ પર રેવન્યૂ વિભાગ અને પોલીસ કર્મચારીઓની દેખરેખ પણ રાખવામાં આવી છે. શહેરોમાં LPG ડિલિવરી વાનને દિવસ દરમિયાન પણ પ્રવેશ આપવા સૂચનાઓ આપવામાં આવી છે.

દરેક જિલ્લામાં આશરે 36 હજાર લિટર કેરોસીન

ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ પુરવઠા સાથે વિકલ્પ તરીકે કેરોસીન ઉપલબ્ધ કરાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને કુલ 14.52 લાખ લિટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે. તેમાં દરેક જિલ્લામાં આશરે 36 હજાર લિટર કેરોસીન આપવામાં આવશે. આ જથ્થામાં પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થાઓને 25 લિટર સુધી કેરોસીન આપવામાં આવશે.

સરકારે આવશ્યક સેવાઓ માટે ગેસ પુરવઠાને પ્રાથમિકતા આપી છે. હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને 100 ટકા પુરવઠો આપવામાં આવશે. જ્યારે ફાર્મા, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસિંગ ઉદ્યોગ તથા એરલાઇન અને રેલવે કેન્ટીન જેવી સેવાઓને 70 ટકા મર્યાદા સુધી LPG મળશે. મત્સ્ય ઉદ્યોગ જેવી કેટલીક સેવાઓ માટે 10 ટકા મર્યાદા રાખવામાં આવી છે. તે સિવાય અર્ધ આવશ્યક સેવાઓ જેમ કે રેસ્ટોરાં, ઢાબા, હોટેલ, કોર્પોરેટ કેન્ટીન, ગેસ્ટ હાઉસ અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સને પણ નિયંત્રિત પ્રમાણમાં LPG પુરવઠો આપવામાં આવશે.

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે LPG ભરેલું 'શિવાલિક' જહાજ ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચશે, 'નંદા દેવી' અને 'જગ લાડકી' પણ આવશે

ગેસ વિતરણમાં ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. છેલ્લા 12 દિવસમાં જિલ્લા સ્તરે 912 તપાસો કરવામાં આવી છે જ્યારે રાજ્ય સ્તરની ટીમ દ્વારા 17 કિસ્સાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગેસ પુરવઠા અંગે નાગરિકોને કોઈ મુશ્કેલી હોય તો તેઓ રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-232-0222 પર સંપર્ક કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PNG Gas Connection Gujarat Gas Supply LPG Cylinder Gujarat

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ