બ્રેકિંગ ન્યુઝ
VTV / gujarat-himachal-pradesh-assembly-election-result-bjp-19-congress-4-states-modi-rahul
ગુજરાત-હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં BJP બંને રાજ્યોમાં પ્રચંડ જીતની સાથે સત્તામાં પરત ફરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે 2014ની લોકસભાની ચૂંટણીમાં પહેલા BJP અને પછી તેના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી 'કોંગ્રેસ મુક્ત ભારત'નો નારો આપ્યો હતો. ગત સાડા ત્રણ વર્ષમાં BJPએ કેન્દ્ર સહિત તમામ રાજ્યોમાં કોંગ્રેસની સત્તાને છીનવી લીધી છે.
ADVERTISEMENT
18માં રાજ્યોમાં BJPની સરકાર:
BJP સતત દેશની સૌથી મોટી પાર્ટી બનતી જઇ રહી છે. BJPએ ગુજરાત-હિમાચલ પ્રદેશમાં પોતાની સત્તામાં વાપસી કરીને દેશમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યુ છે. હિમાચલમાં કોંગ્રેસની સત્તાને છીનવીને 18 રાજ્યોમાં પોતાની સત્તાને અંકબંધ રાખી છે.
ADVERTISEMENT
હાલના સમયમાં BJPના હાથમાં અરૂણાચલ પ્રદેશ અસમ છત્તીસગઢ ગોવા હરિયાણા ઝારખંડ મધ્ય પ્રદેશ મણિપુર મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં BJPની સત્તા છે. BJPએ દેશના બાકીના 5 રાજ્યોમાં ગઠબંધનની સરકાર છે. તેમાં બિહાર આંધ્ર પ્રદેશ જમ્મૂ-કાશ્મીર સિક્કિમ અને નાગાલેન્ડ શામેલ છે.
કોંગ્રેસના હાથમાંથી સત્તા જતી જોવા મળી રહી છે. હિમાચલની હારની સાથે કોંગ્રેસની પાસે માત્ર 4 રાજ્યો બચ્યાં છે. કોંગ્રેસના પાસે માત્ર 2 મોટા રાજ્ય છે. કોંગ્રેસ પાસે કર્ણાટક અને પજાંબ માત્ર 2 મોટા રાજ્ય છે જે કોંગ્રેસની પાસે છે. આ સિવાય પૂર્વોત્તરના મેઘાલય અને મિઝોરમ રાજ્ય છે જેમાં કોંગ્રેસ આગળ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.