બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat HC Orders To Gujarat government

સુઓમોટો / મોટા સમાચારઃ હાઈકોર્ટે ગુજરાત સરકારને આપ્યા આદેશ, કહ્યું- તાબડતોબ કરો આ કામ

Kavan

Last Updated: 11:57 PM, 28 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કોરોના પર થયેલી સુઓમોટો અરજીનો મામલે ગુજરાત હાઈકોર્ટનો ગુજરાત સરકારને મહત્વનો આદેશ આપ્યા છે.

  • રાજ્યમાં કોરોના પર થયેલી સુઓમોટો અરજીનો મામલો 
  • ગુજરાત હાઈકોર્ટનો ગુજરાત સરકારને મહત્વનો આદેશ 
  • હોસ્પિટલોની બહાર બેડની ઉપલબ્ધતા અંગે માહિતી આપવા આદેશ

 ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને હોસ્પિટલોની બહાર બેડની ઉપલબ્ધતા અંગે માહિતી આપવાના આદેશ આપ્યા હતા. આ સાથે જ ક્યા વિસ્તારમાં કેટલા નિર્ણયંત્રો રાખવા તે અંગે સરકાર જરુરી નિર્ણય લે તેવી પણ સૂચના આપી હતી. 

 ટેસ્ટીંગ બાબતે હાઈકોર્ટનું મહત્વનું અવલોકન

તો ટેસ્ટીંગ બાબતે હાઈકોર્ટનું મહત્વનું અવલોકન કર્યું હતું કે, નવી લેબોરેટરીઓ ઉભી થઈ નથી અને ટેસ્ટીંગ માટે રાહ જોવી પડે છે. સાથે જ એવું પણ જણાવ્યું હતું કે, ટેસ્ટીંગના આંકડા અચાનક કઈ રીતે વધ્યા ?

108ની કામગીરી મુદ્દે સરકારનું નિવેદન 

તો સરકારે હાઇકોર્ટને 108ની કામગીરી વિશે જણાવ્યું હતું કે, 108 એમ્બુલન્સ સેવા કોર્પોરેશન આધીન નથી અને રાજ્ય સરકાર જે નિતી બનાવે તે પ્રમાણે 108 કામગીરી કરે છે. 

આજે સવારે જ હાઇકોર્ટે સરકારને ખખડવી હતી 

હાઈકોર્ટે કહ્યું કે કોરોના મામલે રાજ્ય સ્તરનું શું પ્લાનિંગ છે? કોરોનાની ચેઈન તોડવા માટે સરકાર શું કરી રહી છે? ખાનગી વાહનમાં આવતા દર્દીઓને પ્રવેશ કેમ નથી આપવામાં આવતો? માત્ર 108માં આવતા દર્દીઓને જ પ્રવેશ આપાવમાં આવે તે વલણ વિરોધાભાષી છે. છેલ્લી સુનાવણીમાં પણ આ મામલે સ્પષ્ટતા માગી હતી. હાઈકોર્ટે કહ્યું કે સરકારના સોગંદનામામાં કોઈ પ્રકારની સ્પષ્ટતા નથી. 108એ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ પર ધ્યાન આપવું જોઈએ. હાઈકોર્ટે સ્ટાફની અછત મુદ્દે કહ્યું કે જો સ્ટાફની અછત હોય તો ઈન્ટર્ન સ્ટૂડન્ટને બોલાવવામાં આવે. કોર્ટે કહ્યું કે, ગુજરાતની બધી જ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ હોવો જોઈએ.

સરકાર સ્વીકારે છે કે તમામ વસ્તુની અછત છે. હોસ્પિટલ ફૂલ છે તો હવે કેસ વધશે તો સરકાર શું કરશે?: હાઈકોર્ટ

આ ઉપરાંત હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે સરકાર સ્વીકારે છે કે તમામ વસ્તુની અછત છે. હોસ્પિટલ ફૂલ છે તો હવે કેસ વધશે તો સરકાર શું કરશે? ગુજરાત સરકારની વર્તમાન નીતિ અને અમદાવાદ કોર્પોરેશનની કામગીરીથી હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે જે દર્દીને 6 રેમડેસિવિરની જરૂર છે તેને 6 ઈન્જેક્શન આપો 3 આપીને મૂકી ન દો. સાથે જ કહ્યું કે જે પણ દર્દી હોસ્પિટલ આવે તમામને દાખલ કરવામાં આવે. 

હાઈકોર્ટે બરોબરની સરકારને ઝાટકી

  • 108ની લાઈ 15 દિવસથી ઘટી નથી કેમ? 
  • ઓક્સિજનના બાટલા માટે કેમ લાઈનો છે. 
  • બધુ પેપર પર છે પણ વાસ્તવિકતામાં કંઈ નથી. 
  • જો 108માં દર્દી આવે તો જ સારવાર કરવાની બાકી મરવા દેવાના?
  •  આવી બેજવાબદારી કેમ? 
  • કોર્ટે કહ્યું ગુલાબી ચિત્ર ન બતાવો, વાસ્તિવક હકીકત જણાવો
  • એમ્બ્યુલન્સ મામલે પણ સરકારનું સ્ટેન્ડ વિરોધાભાસ છે, છેલ્લી સુનાવણીમાં પણ આ મુદ્દા પર અમે સ્પષ્ટતા માંગી હતી કેમ એફિડેવિટ માં કોઈ સ્પષ્ટતા નથી
  • 108 એ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ પર ધ્યાન આપવું જોઈએ
  • જો કોઈ હોસ્પિટલ ના દાખલ હોય અને અન્ય હોસ્પિટલમાં લઇ જવાના હોય તો કેમ 108 નથી જતી?
  • સરકાર અને AMCની ગાઈડલાઈન એકસમાન હોવી જોઈએ
  • કેમ પ્રાઈવેટ વ્હીકલમાં દર્દીઓને એડમિશન નથી અપાતા
  • માત્ર અમદાવાદની વાત ન કરો, તમે માત્ર AMCના વકીલ નથી, રાજ્ય માટે શું પ્લાન છે તે જણાવો
  • 108 માં જ દર્દીઓને ને અમદાવાદ ની 4 હોસ્પિટલમાં એડમિશન આપવામાં આવ્યા છે. આ સમય માં આવું વલણ કેમ?
  • અત્યાર ની પરિસ્થિતિ બિહામણી છે
  • ઓક્સિજન આપવા માટેની શું પ્રોસેસ છે?

સરકારે સ્વીકાર્યુ કે બેડની પણ અછત

ગુજરાત સરકારે સ્વીકાર્યુ છે કે, હા બેડની પણ અછત છે. અમે એવું નથી કહી રહ્યા કે બધુ સલામત છે પણ અમે પૂરતા પ્રયાસ કરી રહ્યા છીએે. 

હાથ જોડીને કહું છુ 108 મુદ્દે ઓર્ડર પાસ કરો

એડવોકેટ એસો. વતી એડવોકેટ અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ગાઈડલાઈન પ્રમાણે કોઈ દર્દી ને દાખલ કરવાની ના પાડી શકાય નહીં. 900 બેડની હોસ્પિટલ ચાલુ થઈ છતાંય હોસ્પિટલની બહાર દર્દીઓ મરી રહ્યા છે. 675 એમ્બ્યુલન્સની સામે રોજના 2 હજારથી વધુ કેસો આવી રહ્યા છે. લોકો એમ્બ્યુલન્સ અને યોગ્ય સારવાર ના અભાવે મરી રહ્યા છે. હાથ જોડીને કહું છુ 108 મુદ્દે ઓર્ડર પાસ કરો. 

એડવોકેટ એસો. વતી એડવોકેટ ઓમ કોટવાલે પણ રજૂઆત કરી હતી કે, આધારકાર્ડ અંગે AMCનો આ નિર્ણય અયોગ્ય છે. આધાર કાર્ડ હોય તો RTPCR મરજીયાત કરવાનો નિર્ણય યોગ્ય નથી. 

એડવોકેટ પરસી કાવિનાએ ટકોર કરી હતી કે, આવી પરિસ્થિતિમાં લોકોને હોસ્પિટલમાં બેડ મળતા નથી અને સરકાર નવી હોસ્પિટલમાંના ઉદ્ઘાટન કરે છે જેમાં 3 લેયર સિક્યુરીટી હોય છે હોસ્પિટલના અધિકારીઓ હોય છે અને ભીડ થાય છે. તો આનાથી કઈ રીતે ચેઇન તૂટશે. હજી પણ 1200 બેડની ગાંધીનગરની હોસ્પિટલ બનશે. ત્યારે ગેધરિંગ થશે, ઉદ્ઘાટન થશે. એટલે આ બધું બંધ થાય ઉદ્ધટન કર્યા વગર હોસ્પિટલ ચાલું થાય એમાં સૌની ભલાઈ છે. મેં ફોટોઝ જોયા છે જેમાં ડેપ્યુટી સી.એમ બધી જગ્યાએ હતા. હું કોઈ કોમેન્ટ નથી કરતો પણ આવા કાર્યકમમાં સંક્રમણ વધે તેની શકયતા છે. 

ઓક્સિજનની પણ અછત

એડવોકેટ શાલીનએ કહ્યું કે, ઝયડ્સની જેમ દરેક હોસ્પિટલમાં PSA પ્લાન્ટ હોવો જોઈએ જેથી ઓક્સિજનની કમી ન સર્જાય તેને તૈયાર કરવામાં 2 સપ્તાહ જેટલો જ સમય લાગે છે. સાથે ગુજરાતમાં ઓક્સિજનની અછત છે ત્યારે આપણે પાડોશી રાજ્યને મદદ કરીએ છીએ પણ ગુજરાત માટે પણ વિચારવું જોઈએ.

હાઈકોર્ટ સૂઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ હતી જેમાં આધારકાર્ડ ફરજિયાત કરવાના નિર્ણયને પણ રદ કરવાની માગ ઉઠી છે. 108ના પ્રવેશના કારણે લોકો સારવાર વિના મરતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આનંદ યાજ્ઞિકે જણાવ્યુ હતુ કે. પ્રાઇવેટ હોસ્પિટલમાં સરકારી ક્વોટા વધારીને 50% કરવો જોઈએ. કોર્પોરેશનની હોસ્પિટલોમાં શહેરીજનોને જ દાખલ કરવામાં આવે છે. 

અમદાવાદ બહારથી પણ ગંભીર દર્દીઓ સારવાર અર્થે આવે છે. માં વાત્સલય, આયુષ્યમાન ભારત કાર્ડનું સંકલન કરી ખાનગી હોસ્પિટલમાં લોકોને સારવાર આપવી જોઈએ વળી હીયરીંગમાં જૂની વીએસ હોસ્પિટલને શરુ કરવાનો મુદ્દો પણ ઉછાળ્યો હતો.

ગુજરાત સરકારે શું જવાબ કર્યો હતો જવાબ

હાઇકોર્ટમાં કોરોનાની સ્થિતિ અંગે થયેલા સુઓમુટોના મામલે રાજ્ય સરકારે કોર્ટમાં ઓનલાઇન સોગંદનામું રજૂ કર્યું છે. 

108 મામલે કરી કબૂલાત

હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સથી જ પ્રવેશ અપાતો હોવાની કબૂલાત કરવામાં આવી છે. AMC અને 162 ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં 108 એમ્બ્લુલન્સથી પ્રવેશ આપવામાં આવે છે. હોસ્પિટલની બહાર વેઇટિંગ હોય તો 108માં જ સારવાર અપાય છે. 

ઈન્જેક્શન અને ઓક્સિજન અંગે પણ કરી સ્પષ્ટતા

ઓક્સિજન અને રેમડેસિવિલનો અંકુશ કેન્દ્ર સરકારે લીધો છે. રાજ્યમાં 52 હજાર 36 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે.વધુમાં જણાવવામાં આવ્યુ છે કે 1 થી 23 એપ્રીલ સુધીમાં 33 લાખ 62 હજાર 965 ટેસ્ટ થયા છે. જેમાં 13 લાખ 14 હજાર 264 RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ જણાવવામાં આવ્યુ છે કે કેન્દ્ર સરકાર પાસેથી રેમડેસિવિરનો વધુ જથ્થો માંગ્યો છે. 

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,340 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 158 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 7,727 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,82,426 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. 


સુઓમોટો એટલે શું ?

sua sponte એ મૂળ લેટિન શબ્દ છે. જેનો અર્થ થાય છે કે, તેમની અથવા પોતાની જાતે જ સહમતિ. અથવા તો પોતાના સ્વયંના પ્રસ્તાવ પર. આ શબ્દ સામાન્ય રીતે અગાઉના પૂર્વ પ્રસ્તાવ અથવા પક્ષોની વિનંતી વગર ન્યાયાધીશ દ્વારા કરવામાં આવતી પ્રક્રિયા છે.  Nostra sponte (આપણા પોતાના કરાર) ઘણીવાર કોર્ટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યારે વધુ સભ્ય સંખ્યા ધરાવતી અદાલત દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus coronavirus in Gujarat કોરોના વાયરસ સુઓમોટો coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ