બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત સરકાર ટેકાના ભાવે શિંગની ખરીદી શરૂ કરશે, અગાઉ મોકુફ કરાયો હતો નિર્ણય

રાહત / ગુજરાત સરકાર ટેકાના ભાવે શિંગની ખરીદી શરૂ કરશે, અગાઉ મોકુફ કરાયો હતો નિર્ણય

Published By: Krutarth Joshi

Last Updated: 07:37 PM, 5 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધારે ખરીદી થાય તે માટે નિર્ણય કર્યો છે. આ વખતે 25%થી વધારે જથ્થો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. 1 તારીખે વરસાદ પડતો હોવાથી ખરીદી મોકૂફ રાખવામાં આવી હતી.

ગુજરાતમાં ખેડૂતદીઠ 125 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમની અમલવારી 9 નવેમ્બરથી રાજ્યમાં શરૂ થશે અને ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. કેન્દ્ર સરકારના ધારાધોરણ પ્રમાણે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેવું કૃષીમંત્રી જીતુવાઘાણીએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે 25% ખરીદી થાય છે. તે અનુસાર ગુજરાતમાં પણ ખરીદી કરવામાં આવશે.

25 ટકા જથ્થાની ટેકાના ભાવે ખરીદી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધારે ખરીદી થાય તે માટે નિર્ણય કર્યો છે. આ વખતે 25%થી વધારે જથ્થો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. 1 તારીખે વરસાદ પડતો હોવાથી ખરીદી મોકૂફ રાખવામાં આવી હતી. કારણ કે જો ખરીદી કરવામાં આવે તો ખેડૂતો પાક લઇને આવે અને ચાલુ વરસાદે આવે તેવી સ્થિતિમાં પાક વધારે બગડે તેવી સ્થિતિનું સર્જન થાય તેને ધ્યાને રાખીને માત્ર મોકુફ રાખવામાં આવી હતી. હવે કોઇ વરસાદની આગાહી નથી તેવી સ્થિતિમાં ફરી એકવાર પાકની ખરીદી શરૂ કરવામાં આવશે. સોયાબીન, મગ અને અડદની પણ 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

ગાંધીનગર / મગફળી ખરીદી પર મોટા સમાચાર, આ તારીખથી 4 પાકોની ટેકાના ભાવે ખરીદી થશે શરૂ, CMની જાહેરાત

9 નવેમ્બરથી ખરીદી શરૂ થશે

9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. તેમાં તમામ ખેડૂતોને સહભાગી થવાની અપીલ કરવામાં આવી હતી. ખેડૂતદીઠ 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. નિયમ પ્રમાણે થાય છે 25% ખરીદી કરશે. 'આ વખતે 25%થી વધારે ખરીદી કરવામાં આવશે. 1 તારીખે વરસાદ પડતો હોવાથી ખરીદી મોકુફ રાખવામાં આવી હતી. સોયાબીન, મગ અને અડદની પણ 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

decision was postponed earlier start purchasing support price Gujarat government

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ