બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat government kheda road plan

વિકાસના કામથી વંચિત / મુખ્યમંત્રી સડક યોજના હેઠળના સૌથી મોટા ભ્રષ્ટાચારનો ખુલાસો: જિલ્લા પંચાયત રોડ વિભાગ હેઠળ બનતો રોડ થયો ગાયબ

Published By: Divyesh

Last Updated: 09:31 AM, 10 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માતર તાલુકામાં ખેડા જિલ્લા પંચાયત રોડ વિભાગ હેઠળ બનતો રોડ ગાયબ થઇ ગયો છે.

  • મુખ્યમંત્રી સડક યોજના હેઠળના સૌથી મોટા ભ્રષ્ટાચારનો ખુલાસો
  • માતર તાલુકામાં ખેડા જિલ્લા પંચાયત રોડ વિભાગ હેઠળ બનતો રોડ થયો ગાયબ 
  • રોડને બદલે માત્ર 48 લાખ 92 હજારની રકમની કામોના બોર્ડ જ જોવા મળ્યા

મુખ્યમંત્રી સડક યોજના હેઠળના સૌથી મોટા ભ્રષ્ટાચારનો ખુલાસો સામે આવ્યો છે. માતર તાલુકામાં ખેડા જિલ્લા પંચાયત રોડ વિભાગ હેઠળ બનતો રોડ ગાયબ થઇ ગયો છે. આ રોડને બદલે માત્ર 48 લાખ 92 હજારની રકમની કામોના બોર્ડ જ જોવા મળ્યા હતાં.
 

અમદાવાદની શ્રી શક્તિ કન્સટ્રકશનને કોન્ટ્રાક્ટ સોંપાયો હતો. વર્ષ 2019માં શરૂ થનારુ કામ 11 સપ્ટેમ્બર 2020માં પૂર્ણ કરવાનું હતું. પરંતુ આજ સુધી રોડને બદલે માત્ર કામોનું બોર્ડ જ જોવા મળતા અનેક સવાલો ઉઠ્યા છે.

માતર તાલુકામાં ખેડા જિલ્લા પંચાયત રોડ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત બનતો રોડ ગાયબ થયો છે અને માત્ર આ 48 લાખ ઉપરાંતનો રોડના કામના બોર્ડ જ જોવા મળી રહ્યું છે ત્યારે તંત્ર આ માત્ર કામનો એક ભાગ હોવાનું અને આ કામના કોઈ નાણાં ન ચૂકવાય હોવાનો લુલો બચાવ કરી રહ્યું છે.  
 

ખેડા જિલ્લાના માતર તાલુકાના વણસર ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં 48.92 લાખના ખર્ચે 1200 મીટર રોડને મંજુર કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદની શ્રી શક્તિ કન્ટ્રકશન દ્વારા કામનો ઇજારો મેળવવામાં આવ્યો હતો. તારીખ 12-12-19થી કામ શરુ કરવામાં આવનાર હતું અને તારીખ 11-09-20 ના રોજ પૂર્ણ કરવામાં આવનાર હતું. 

સળગતા સવાલ

  • મુખ્યમંત્રી સડક યોજના હેઠળ બનતા રોડનો હિસાબ લેનારૂ કોઇ નહીં?
  • શું કોન્ટ્રાક્ટરો આ રીતે બોર્ડ લગાવીને લાખો રૂપિયા તિજોરીમાં ભરે છે?
  • કોન્ટ્રાક્ટરોને કોની વગ બચાવી રહી છે?
  • ગામડાના લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખનારા લોકો સામે પગલા ક્યારે?
  • સમય મર્યાદામાં કામ કેમ નથી થતાં પૂરા?
  • રૂપિયા 49 લાખ 92 હજારની કિંમતનો રોડ કેમ ફાઇલોમાં જ રહી ગયો?
  • જે રૂપિયા અને રોડ બનાવવામાં ઉપયોગ થવાના હતા તે કોની તિજોરીમાં જમા થયા?
  • રોડ ન બનાવી આપનારા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થશે?
  • જનતા પૂછે છે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલીસ્ટ કેમ ન કરવા જોઇએ?
  • સરકારના વિકાસના કામોથી જનતાને વંચિત રાખનારા સામે કડક પગલા કેમ નહીં?
  • શું માતરની જેમ રાજ્યના અન્ય ગામોમાં પણ રોડના ખાલી બોર્ડ મરાયા હશે?
  • શું માતરના કિસ્સાના ઉજાગર થયા બાદ રાજ્યના અન્ય ગામોમાં સર્વે કરાશે?

સંકળાયેલા મુદ્દાઓ

Government Kheda gujarat ખેડા ગુજરાત સરકાર Kheda

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ