બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Gujarat Government Clerk Class-3 and Office Assistant Class 3 recruitment dates announced

BIG NEWS / બિન સચિવાલય ભરતીને લઈને સૌથી મોટા સમાચાર, GSSSBએ જાહેર કરી પરીક્ષાની તારીખો

Published By: Vishnu

Last Updated: 09:35 PM, 22 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

13 ફેબ્રુઆરીએ કારકુન વર્ગ-3  અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની પરીક્ષા યોજાશે

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની મહત્વની જાહેરાત
  • GSSSB ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી
  • 13 ફેબ્રુઆરીએ યોજાશે કારકુન વર્ગ-3 સંવર્ગની પરીક્ષાઓ

એક તરફ લોકરક્ષક દળથી ભરતી જાહેરાત બાદ તમામ પ્રકિયાઓ પૂરજોશથી ચાલી રહી છે. ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલયની તૈયારી કરતાં ઉમેદવારો માટે  મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વર્ગ 3 માટે ભરતી પરીક્ષાની તારીખો જાહેર કરી નાખવામાં આવી છે. બિન સચિવાલય કારકુન વર્ગ-3 સંવર્ગ તેમજ સચિવાલય માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષાનું આયોજન 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે. જે માટે બપોરે 12 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. પરીક્ષાના 15 દિવસ અગાઉ કોલલેટર ડાઉનલોડ કરી શકાશે. એટલે કે 29 જાન્યુઆરીથી કોલલેટર કાઢવાની પ્રક્રિયા શરૂ થઇ શકે.બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની 3738 જગ્યા માટે કુલ 10 લાખ 45 હજાર જેટલા ઉમેદવારો મેદાનમાં છે.

2018ની ભરતી રદ્દ થાય બાદ કોરોનાના કારણે તારીખ હવે જાહેર કરાઇ
મહત્વનું છે કે  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારાઆ ગુજરાત સરકારના વિવિધ ખાતાની વડા કચેરીઓ તેમજ મહેસૂલ વિભાગના હેઠળની કલેકટર કચેરીઓ માટે કારકુન વર્ગ 3 અને સચિવાલય વિભાગ માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 માટે ઓકટોબર 2018માં જાહેરાત બહાર પાડવાંમાં આવી હતી. જેનો જાહેરાત ક્રમાંક 150/2018-19 અને 1/6/2019 તેમજ 16/11/2019ની સુધારા જાહેરાત પેટે હવે આ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. કોરોનાકાળને કારણે મહત્વની ઘણી બધી ભરતીઓ પેન્ડિંગ છે અથવા તો જાહેરાત થઇ છે આવવાની બાકી છે આથી હવે એક બાદ એક વ્યવસ્થિત રીતે મેનેજ કરી ભરતીની તારીખો જાહેર કરવામા આવી રહી છે. 2018માં જાહેર થયેલી આ ભરતીની તારીખો હવે જાહેર થતાં લાંબા સમયથી તૈયારી કરતાં ઉમેદવારોમાં ખુશીની લાગણી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Class 3 Exam Date Government recruitment bin sachivalay clerk gujarat office assistant ઓફિસ આસીસ્ટન્ટ પરીક્ષા તારીખ બિન સચિવાલય વર્ગ ત્રણ સરકારી ભરતી Government recruitment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ