બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat government announces Rs 546 crore package for farmers, CM Patel gives big order for roads
ADVERTISEMENT
ખેડૂતો માટે સહાયની જાહેરાત
ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આજે મોટા નિર્ણયો કરવામાં આવ્યા છે જેમા ખેડૂતોની સહાય અને રોડ રસ્તાને લઈને આપવામાં આવેલ આદેશ સૌથી મોટા છે. ગુજરાતનાં ખેડૂતો માટે આજે રાજ્ય સરકાર મોટી સહાયની જાહેરાત કરતાં 546 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજમાં સરકારનાં જણાવ્યા અનુસાર 2.82 લાખ ખેડૂતોને લાભ આપવામાં આવશે.
ADVERTISEMENT
નુકસાન સામે રાહતની જાહેરાત
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક બાદ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે વરસાદ બાદ સૌરાષ્ટ્ર સહિતનાં સાતથી આઠ જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું જેમા સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવી છે. જીતુ વાઘાણીએ કહ્યું કે કુદરત રૂઠે ત્યારે ખેડૂતો પર જે મુશ્કેલી આવે છે તેની સામે તે ખેડૂત ફરીથી ઊભો થઈ શકે તેનાં માટે આ મદદની જાહેરાત કરવામાં આવી છે. વાઘાણીએ કહ્યું કે ખેડૂતોની અરજી કરવાનો ખર્ચ પણ સરકાર જ ભોગવશે.
રોડ રસ્તાનાં કામ દિવાળી પહેલા પૂરા કરવાના આદેશ
આ સાથે જ વાઘાણીએ જણાવ્યું કે કેબિનેટ મીટિંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રી પૂર્ણેશ મોદી સહિત આખા મંત્રાલયને રોડ રસ્તાને લઈને સૂચના આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં દરેક ગામડા અને શહેરમાં દિવાળી પહેલા જ રિપેરિંગ કામ પૂરા કરવાના આદેશ આપ્યા છે.
ADVERTISEMENT
આગામી સમયમાં મોટા પાયે થશે ભરતીઓ
વાઘાણીએ વધુમાં કહ્યું કે હાલમાં ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે અને આગામી સમયમાં હજુ પણ તબક્કાવાર ભરતીઓની જાહેરાત કરવામાં આવશે.
આ સિવાય CM પટેલે શું આદેશ આપ્યા
આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાણ-ખનીજ વિભાગ અને GIDC ના પડતર પ્રશ્નો ઝડપથી પૂર્ણ કરવા માટે પણ આદેશ આપ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.