બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Gujarat Congress came in support of student leader Yuvraj Singh

તોડકાંડ / 'યુવરાજસિંહને રૂપિયા લેવા હોત તો....', ડમીકાંડ મુદ્દે જગદીશ ઠાકોરનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 08:14 AM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

YuvrajSinh Jadeja News: ગુજરાત કોંગ્રેસ આવ્યું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના સમર્થનમાં, પ્રદેશ પ્રમુખે કહ્યું, પૂર્વ શિક્ષણ મંત્રી અને અસિત વોરાનું નામ આવ્યું એટલે યુવરાજસિંહ પર ફરિયાદ થઈ

  • ગુજરાત કોંગ્રેસ આવ્યું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના સમર્થનમાં
  • પૂર્વ શિક્ષણમંત્રી પર આક્ષેપ થયા એટલે ફરિયાદ થઈ: જગદીશ ઠાકોર 
  • કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું, ગુનેગારોની ધરપકડ કરવાની જરૂર હતી
  • ફરિયાદ કરનારા સામે જ કાર્યવાહી કેમ? : અમિત ચાવડા 

યુવરાજસિંહ જાડેજાને હવે કોંગ્રેસ પ્રદેખ પ્રમુખ જગદીશ ઠાકોરનું સમર્થન મળ્યું છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, યુવરાજસિંહને રૂપિયા લેવા હોત તો પહેલા જ લઈ લીધા હોત. આ સાથે તેમણે કહ્યું કે, પૂર્વ શિક્ષણ મંત્રી અને અસિત વોરાનું નામ આવ્યું એટલે યુવરાજસિંહ પર ફરિયાદ થઈ. મહત્વનું છે કે, ભાવનગરમાં કથીત તોડકાંડ મામલે યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. વીડિયો, ચેટના સ્ક્રીન શોટના પૂરાવા તેમજ વિવિધ નિવેદનોના આધારે કાર્યવાહી કરાઈ છે.

જગદીશ ઠાકોરનું યુવરાજસિંહને લઈ મોટું નિવેદન
કોંગ્રેસ પ્રદેખ પ્રમુખ જગદીશ ઠાકોરનું યુવરાજસિંહને લઈ મોટું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે ભાવનગરમાં યુવરાજસિંહની અટકાયત બાદ જગદીશ ઠાકોરે તેમણે સમર્થન આપ્યું છે. જગદીશ ઠાકોરે કહ્યું છે કે, યુવરાજસિંહને રૂપિયા લેવા હોત તો પહેલા જ લઈ લીધા હોત. યુવરાજસિંહે જે કાગળ આપ્યું તે પોલીસ ચેક નથી કરતી તો તપાસ કેવી રીતે કરી ? તેમણે કહ્યું કે, પોલીસ ભાજપ સામે અવાજ ઉઠાવનારાને દબાવવા માંગે છે પણ આ લડાઈ રોકાશે નહીં. આ સાથે તેમણે ઉમેર્યું કે, તંત્ર 30 વર્ષમાં પેપર ફોડનારાને સજા કેમ ન આપી શક્યું તે મોટો સવાલ છે. 

ગુજરાત કોંગ્રેસ આવ્યું યુવરાજસિંહના સમર્થનમાં
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની અટકાયત બાદ હવે ગુજરાત કોંગ્રેસ તેમના સમર્થનમાં આવ્યું છે. કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર બાદ હવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. તોડકાંડ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, રાજ્ય સરકારે પેપર ફોડનારા સામે કાર્યવાહી કરવાની હતી, ડમીકાંડમાં સામેલ ગુનેગારોની ધરપકડ કરવાની જરૂર હતી. જોકે જે લોકો ફરિયાદ કરે તેમની જ ધરપકડ કરવામાં આવે છે. આ સાથે તેમણે સવાલ કર્યા હતા કે, કેમ ભાજપના નેતાઓને પૂછપરછ માટે નથી બોલાવતા?, યુવરાજસિંહ પર FIR થાય તો ભાજપના નેતા સામે કેમ નહીં?. આ સાથે તેમણે ઉમેર્યું કે, નાગરિકોને જાગૃત થઈને આઝાદી માટે લડવાની જરૂર છે. 

શું કહ્યું હતું રેન્જ આઈજીએ ?  
રેન્જ આઈજી ગૌતમ પરમારે  પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ગત 19મી તારીખે યુવરાજસિંહને તેમના પર થયેલા આક્ષેપો સંદર્ભે એસઓજીની ઓફિસે બોલાવવામાં આવ્યા હતાં પરંતુ તેમની તબિયત નાદુરસ્ત થવાને કારણે ફરીથી આજે 21 તારીખનો સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આ સમન્સ અનુલક્ષીને યુવરાજસિંહ આજે સવારે 12 વાગે હાજર થયેલા હતાં. તેમની ઘણાં મુદ્દા પર પૂછપરછ કરવામાં આવી હતી. એસઓજીની ટીમે અને એસઆઈટીની ટીમે તેમને જે મુદ્દાઓ પર પૂછપરછ કરી જેમાં સૌ પ્રથમ તો તેમને સમય આપવામાં આવ્યો હતો તેમની જે તે ફરિયાદોને લઈ. ત્યારબાદ તેમને જણાવવામાં આવ્યું કે, તમારી પાસે ડમી કાંડ મામલે કેટલીક માહિતી છે જે બાબતે તેમણે બે જેટલા કાગળ આપ્યા છે જેમાં ડમીકાંડ મામલે કેટલાક નામો છે જે નામો ડમીકાંડમાં સામેલ હોવાની શક્યતા છે જે માહિતીનું વેરિફિકેશન કરી પોલીસ આગળની કાર્યવાહી કરશે અને જવાબદારોની ધરપકડ કરવામાં આવશે.

રેન્જ આઈજીએ જણાવ્યું કે,  યુવરાજસિંહને તેમના નાંણાકિય વ્યવહારો બાબતે સતત પૂછવામાં આવતા સતત પૂછપરછ કરવામાં આવતા તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યાં છે. તેમની સમક્ષ હકિકતો મુકવામાં આવી પોલીસ પાસે પાપ્ત થયેલી માહિતીનું વેરિફિકેશન પણ મુકવામાં આવ્યું પણ તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યાં છે. પોલીસ પાસે જે હકિકતો પાપ્ત થઈ છે તે મુજબ યુવરાજસિંહ અને તેમના માણસોઓએ પ્રદિપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી 1 કરોડ જેટલી માતબર રકમ જબરદસ્તીથી કઢાવી લીધી છે જે માહિતીને અનુલક્ષી અને યુવરાજસિંહની સ્પષ્ટતા બાદ હકીકતોને અનુલક્ષીને આજે યુવરાજસિંહ અને અન્ય માણસોની વિરૂદ્ધ આજે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 386 અને 388 તેમજ 120 બી મુજબનો ગુનો દાખલ કરાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ