બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે મોટા સમાચાર, CM ભૂપેન્દ્ર પટેલનું મોટું એલાન

મોટા સમાચાર / કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે મોટા સમાચાર, CM ભૂપેન્દ્ર પટેલનું મોટું એલાન

Last Updated: 12:51 PM, 2 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું કે, કુદરતી આપત્તિની અણધારી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે મજબૂત રીતે ઉભી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવશે

ગુજરાત રાજ્યમાં તાજેતરના કુદરતી આપત્તિઓને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં ખેડૂતો માટે વિશેષ રાહત અને સહાય પેકેજ જાહેર કરશે.

મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું કે, કુદરતી આપત્તિની અણધારી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે મજબૂત રીતે ઉભી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવશે અને કોઈપણ ખેડૂતને મુશ્કેલીમાં એકલા છોડવામાં આવશે નહીં.

પાક નુકસાનીના પ્રારંભિક સર્વે અને નિરીક્ષણની કામગીરી રાજ્યના તમામ જિલ્લાઓમાં ઝડપી ગતિએ ચાલી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે અને તેઓ સાથે સતત સંપર્કમાં છે.

આ પણ વાંચોઃ લો બોલો, આત્મા લેવા પરિવાર પહોંચ્યો હોસ્પિટલ, એપણ તાંત્રિકને લઇ, ધૂણતો Video વાયરલ

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ન્યાય મળે તે માટે ટૂંક સમયમાં જ રાહત પેકેજની જાહેરાત થવાની છે. આ પેકેજ હેઠળ પાક નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને ખેડૂતોને નાણાકીય સહાય અને અન્ય જરૂરી રાહત પૂરી પાડવામાં આવશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે કુદરતી આપત્તિ સમયે ખેડૂતોના હિતને પ્રથમ પ્રાધાન્ય આપવું એ સરકારની મુખ્ય જવાબદારી છે અને આ દિશામાં રાજ્ય સરકાર કોઈ કસર બાકી રાખશે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

natural calamity assistance Gujarat farmers relief Bhupendra Patel announcement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ