ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શપથવિધિ પહેલા આવ્યા મોટા સમાચાર, નવા મંત્રીમંડળમાં 5 ધારાસભ્યો રિપીટ થઈ શકે
ADVERTISEMENT
Gujarat Cabinet Expansion: આજે ગુજરાતના રાજકારણ માટે મોટો દિવસ છે. તમામની નજર ગાંધીનગર ખાતે થનારા નવા મંત્રીમંડળના શપથવિધિ કાર્યક્રમ પર રહેશે. શપથવિધિના કાર્યક્રમને લઈને મહાત્મા મંદિર ખાતે તૈયારી પૂર્ણ થઈ ગઈ છે અને સ્ટેજ પણ ગોઠવી દેવામાં આવ્યું છે, ત્યારે સૂત્રો પાસેથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ADVERTISEMENT
ગુજરાતના નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તેને લઈને ભારે ઉત્તેજના છે, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી નવા ચહેરાઓ જોવા મળી શકે છે તો જ્ઞાતિ આધારિત સમીકરણો જોતા પાટિદાર અને ક્ષત્રિય તેમજ કોળી સમાજમાંથી પણ કેટલાકને સ્થાન મળી શકે છે, જો કે આ વચ્ચે કેટલાક ધારાસભ્ય યથાવત રહી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, ત્યારે ક્યાં ધારાસભ્યની લોટરી લાગશે અને કોને ક્યું સ્થાન મળશે તે હજુ પણ સસ્પેન્સ છે, જો કે સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે, જૂના મંત્રીઓ રિપીટ થઈ શકે છે, જેમાં પાંચ નામ સામે આવી રહ્યા છે, જે અનુક્રમે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી બાવળીયાના છે.
ADVERTISEMENT
નવા મંત્રીમંડળ માટે વર્તમાન મંત્રીઓ તથા ધારાસભ્યોને કોલ કરવાની શરૂઆત થઈ ગઈ છે. લવિંગ ઠાકોરે VTV સાથે કરી વાત કરીને જણાવ્યું હતું કે, મને ૨ દિવસ પહેલા દંડક ઓફિસ માંથી ફોન આવ્યો હતો, એટલે હું અહીંયા હાજર થયો છું.
ADVERTISEMENT
વધુ વાંચો : LIVE: પ્રફુલ પાનશેરીયા, કુંવરજી બાવળિયા, સી.જે. ચાવડા, જુઓ અન્ય કયા MLAsને આવ્યો શપથવિધિ માટેનો ફોન
ADVERTISEMENT
સાંજે 4 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નવા મંત્રીઓના શપથ સમારોહનું આયોજન, 25 ધારાસભ્યો મંત્રી બને તેવી શક્યતા, ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં મંત્રીઓ સંભાળશે ચાર્જ, અમુક મંત્રી દિવાળી પછી સાતમના દિવસે ચાર્જ સંભાળે તેવી શક્યતા
શપથવિધિના પ્રવાહને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા માટે પણ કડક બંદોબસ્ત ગોઠવાયો છે. મહાત્મા મંદિર ખાતે 2 ડીવાયએસપી, 20 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પીએસઆઈ અને આશરે 450 પોલીસ જવાનો તૈનાત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT