ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવા મંત્રીમંડળમાં થઈ શકે મોટો ઉલટફેર, થોડીવારમાં જ CMની રાજ્યપાલ સાથે મુલાકાત
ADVERTISEMENT
Gujarat Cabinet Expansion : ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે (17 ઓક્ટોબર 2025)ના શુક્રવારે નવું મંત્રીમંડળ સવારે 11:30 કલાકે શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. જો કે તે પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે.
ADVERTISEMENT
ગુજરાતના નવા મંત્રીમંડળનો આજે શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે અને 16 નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. અગાઉ મુખ્યમંત્રીની ગૂરૂવારે રાત્રે રાજ્યપાલ સાથે મુલાકાત થવાની હતી, જો કે કોઈ કારણોસર મુલાકાત રદ થઈ ગઈ હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
નોંધનીય છે કે, જે. પી. નડ્ડા સાથે ત્રણ કલાક બેઠક થતાં રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીની મુલાકાત થઈ શકી ન હતી. આજે સીએમ વર્તમાન મંત્રીમંડળના સભ્યોના રાજીનામા તેમજ નવા મંત્રીઓના સમાવેશ પર રાજ્યપાલ સાથે ચર્ચા કરી શકે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
મંત્રીમંડળના શપથવિધિને ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા માટે પણ કડક બંદોબસ્ત ગોઠવાયો છે. મહાત્મા મંદિર ખાતે 2 ડીવાયએસપી, 20 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પીએસઆઈ અને આશરે 450 પોલીસ જવાનો તૈનાત રહેશે.
ADVERTISEMENT
વધુ વાંચો : LIVE : આજે ગુજરાતના નવા મંત્રીમંડળનું વિસ્તરણ, કોનું કપાશે પત્તું, કોણ મારશે બાજી?
ADVERTISEMENT
નોંધનીય છે કે, ગરુવાર 16 ઓક્ટોબર 2025ના રોજ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના તમામ 16 મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું. સંભવના અનુસાર, જૂના મંત્રીઓમાંથી કેટલાક મંત્રીઓને ફરી સ્થાન મળવાની શક્યતા છે. કેટલાકને નવા ખાતા મળવાની તો કેટલીકના હોદ્દા વધારવાની પણ શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT