બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Board Exam Ahmedabad R.H. Kapadia School Copy Case

કોપી કેસ / અમદાવાદમાં સંસ્કૃતના પેપરમાં ગજબની રીતે કોપી કરીને આવી છોકરી પણ પકડાઈ ગઈ

Ajit Jadeja

Last Updated: 03:31 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘાટલોડીયાની આર.એચ.કાપડિયા સ્કુલમાં સંસ્કૃતના પેપરમાં વિદ્યાર્થીની હાથ પર જવાબો લખીને લાવી

Board Exam 2024 : રાજ્યમાં બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ચાલી રહી છે. જેમાં આજે અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10 બોર્ડના સંસ્કૃતના પેપરમાં કોપી કેસ નોધાયા છે. ઘાટલોડિયાની R.H. કાપડિયા સ્કૂલમાં પરીક્ષા ચાલી રહી છે. આ કેન્દ્ર પર વિદ્યાર્થિની હાથ પર જવાબો લખીને આવી હતી. પરીક્ષા દરમિયાન ખંડ નિરીક્ષકને આ અંગે માલુમ પડ્યુ હતું. જેને લઇને કેન્દ્રના જવાબદાર અધિકારીને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીની સામે કોપી કેસ નોધવામાં આવ્યો છે.

રાજ્યમાં ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં કોપી કેસ નોધાતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.બોર્ડ દ્વારા આ વખતે ગેરરીતી અટકાવવા માટે ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર પર સીસીટીવી કેમેરા લગાવાયા છે. અને કેમેરાની નજર સામે પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષા બાદ પણ કેન્દ્ર પરના ફુટેજ ચકાસવામાં આવનાર છે. બોર્ડની પરીક્ષામાં કોઇપણ પ્રકારની ગેરરીતી ચલાવી લેવામાં નહી આવે. કેન્દ્ર પરના સીસીટીવીની ચકાસણી પણ બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે.

ઘાડલોડિયામાં કોપી કેસ 

સંસ્કૃતનું આજે ધોરણ 10માં પેપર બોર્ડ દ્વારા લેવામાં આવ્યુ હતું. પરીક્ષા દરમિયાન અમદાવાદમાં એક કોપી કેસ સામે આવ્યો છે. ઘાટલોડીયાની આર.એચ.કાપડિયા સ્કુલમાં સંસકૃતનું પેપર લેવાઇ રહ્યુ હતું ત્યારે એક વિદ્યાર્થીની પોતાના હાથ પર જવાબો લખીને આવી હોવાનું પરીક્ષાા દરમિયાન વર્ગ ખંડના નિરીક્ષકના ધ્યાન પર આવ્યુ હતું. જેથી તેણે વિદ્યાર્થીની સામે કાર્યવાહી માટે કેન્દ્રના નિરિક્ષકને જાણ કરી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીની સામે  કોપીકેસ નોધવામાં આવ્યો છે.

અગાઉ પણ બોર્ડ દ્વારા કોપી કેસ કરાયા છે

પરીક્ષામાં ગેરરિતી કરતા વિદ્યાર્થીઓ સામે બોર્ડ દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલ રહી છે. ચાલુ વર્ષમાં જ અત્યાર સુધીની વાત કરીએ તો  ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 કોપી કેસ નોધાયા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 6 કોપી કેસ નોધાયા છે. ધોરણ 12માં સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નોધાયેલા કોપીકેસની વાત કરીએ તો જામનગરમાં 1, આણંદમાં 4 કોપી કેસ નોંધાયા છે.  જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સુરતમાં 1 કોપી કેસ નોંધાયો છે. 

પરીક્ષામાં ગેરરીતી કરનાર સામે શું કાર્યવાહી થઈ શકે

પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત ઠર્યેથી ૩ વર્ષ કરતાં ઓછી ન હોય અને ૫ વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂ.2,00,000 સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. તેમ મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા ઉમેર્યું હતું.

માસ કોપી કેસમાં સરકારે આપ્યા છે તપાસના આદેશ

ચાલુ બોર્ડની પરિક્ષામાં જ અગાઉ આણંદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસ નોધાયો હતો. કરમસદની સરદાર પટેલ વિદ્યામંદિર શાળામાં વિદ્યાર્થીઓને કોપી કરાવતા પરીક્ષા કેન્દ્રના 50 કર્મીઓ સસ્પેન્ડ કરી દેવાયા છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને બારીમાંથી જવાબ લખાવ્યા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલો સામે આવતા DEOએ તપાસના આદેશ આપ્યા હતા અને તાત્કાલીક અસરથી વિદ્યાર્થીઓના હિતમાં  પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવામાં આવ્યું હતું. VTVના અહેવાલ બાદ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનસેરિયાએ કહ્યુ છે કે જે કોઈ પણ ઘટનામાં સામેલ હશે તેમની સામે કડક કાર્યવાહી થશે.

વિદ્યાર્થીઓ માટે ખાસ તકેદારી

ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને લઇ  શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ સાથે પરીક્ષા લેવાઇ રહી છે.  રાજ્યભરમાં ધો.10 ના 84 ઝોનમાં 981 કેન્દ્રો પર 9,11,687 વિદ્યાર્થી  જ્યારે ધો. 12 માં 56 ઝોનમાં 653 કેન્દ્ર પર વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. 

અફવા ફેલાવનાર સામે નોંધાશે ફરિયાદ

વિદ્યાર્થીઓ શાંત અને નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે બોર્ડ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રનાં 100 મીટરનાં વિસ્તારમાં ઝેરોક્ષ મશીન પર રોક લગાવામાં આવી છે.  પરીક્ષા કેન્દ્રની આસપાસ ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ તમામ પરીક્ષા સ્થળ પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રહેશે. બોર્ડનાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પોલીસ પરીક્ષા કેન્દ્ર પર તૈનાત રહે છે.  બોર્ડની પરીક્ષા દરમ્યાન વીજ પુરવઠો ન ખોરવાય તે માટે પણ સૂચના આપવામાં આવી છે.  કોઈ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવશે તો તેની સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવશે. 

વધુ વાંચોઃ આણંદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસ, કેન્દ્રના 50 કર્મીઓ સસ્પેન્ડ, ચોરીની ટ્રિક જોતાં ગાંધીનગરથી તપાસના આદેશ

660થી વધુ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો

બોર્ડની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલવાની છે. બોર્ડ પરીક્ષાઓ માટે સ્ટેટ લેવલે 85 સ્કવોડ ટીમો તૈનાત કરવામાં આવી છે. 660થી વધુ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો છે. આ વર્ષે બોર્ડ પરીક્ષા માટે વર્ગ એક અને બેના 1500થી વધુ અધિકારીઓને જુદી જુદી જવાબદારીઓ આપવામાં આવી છે. તો તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓ, પોલીસ પ્રશાસન, એસટી નિગમ અને આરોગ્ય વિભાગ સહિત અંદાજીત એક લાખ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ