બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Gujarat BJP minister and other 3 leader corona positive
Last Updated: 01:10 PM, 8 April 2021
ADVERTISEMENT
ગુજરાત માથે કોરનાનો કહેર વરસી રહ્યો છે ત્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે આ કોરોના નથી પણ કાળ છે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. કોરોના કોઈનો સગો નથી. સીએમ રૂપાણી કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને આર સી ફળદુ પણ પોઝિટિવ આવ્યા છે ત્યારે વધુ એક મંત્રી કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
ભાજપના ત્રણ નેતા કોરોનાગ્રસ્ત
ADVERTISEMENT
ગુજરાતના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના સંક્રમિત થયા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા યુ.એન.મહેતામાં સારવાર ચાલી રહી છે. જ્યારે સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર પણ કોરોનાગ્રસ્ત થયા છે. વડોદરાની વાડી બેઠકના ધારાસભ્ય મનિષા વકીલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મનિષા વકિલ હાલ પોતાના જ ઘરમાં હોમ આઈસોલેટ થયા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 4620 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 175 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે.
એક સમયે આખા ગુજરાતમાં નહોતા આવતા એટલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમાં
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 804 કેસ અને ગ્રામ્યમાં 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 621 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 198 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 351 કેસ, જ્યારે ગ્રામ્યમાં 106 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 395 કેસ અને ગ્રામ્યમાં 95 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT