ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / ચૂંટણી 2019 / અન્ય જિલ્લા / Gujarat bayad constituency by election 2019 Dhavalsinh Zala bjp

પેટાચૂંટણી / બાયડ બેઠકઃ શું કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડી શકશે ભાજપ? ધવલસિંહ ઝાલા-જશુભાઇ પટેલ વચ્ચે જંગ

Published By: Divyesh

Last Updated: 10:23 AM, 21 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજરોજ રાજ્યની 6 બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે તેમાં બાયડ બેઠક પરથી ભાજપ તરફથી ધવલસિંહ ઝાલા જ્યારે કોંગ્રેસમાંથી જશુભાઇ પટેલ વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. બાયડ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક માનવામાં આવે છે.

ADVERTISEMENT

બાયડ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક

રાજ્યમાં યોજાઇ રહેલી 6 બેઠકની વિધાનસભા પેટાચૂંટણીમાં બાયડ બેઠક હરહંમેશ કોંગ્રેસની પરંપરાગત બેઠક માનવામાં આવે છે. આમ ભાજપ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. બાયડ બેઠક પર જીત મેળવવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. 

આ બેઠક પર કોની-કોની વચ્ચે છે જંગ

બાયડ બેઠક પર કોંગ્રેસમાંથી આવેલા ધવલસિંહ ઝાલા પર ભાજપે દાવ ખેલ્યો છે. જ્યારે કોંગ્રેસે જશુભાઇ પટેલને મેદાનમાં ઉતાર્યાં છે. આમ ભાજપે પક્ષપલટો કરીને આવેલા ધવલસિંહ ઝાલાને ટીકીટ આપી છે. 

બાયડ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી

રાજ્યમાં યોજાઇ રહેલી વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણી એક તરફ જ્યાં રાધનપુર બેઠક પર સૌની નજર છે ત્યારે બાયડ બેઠક બંને પક્ષને લઇને અગત્યની છે. આ બેઠક જે કોંગ્રેસની પરંપરાગત માનવામાં આવે છે ત્યાં ભાજપે જીત મેળવવા માટે કોંગ્રેસમાંથી આવેલા ધવલસિંહ ઝાલાને મેદાનમાં ઉતાર્યાં છે. આમ આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળશે. 

કેટલા કેન્દ્ર પર મતદાન અને કેટલા છે મતદારો

જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ જીતને લઇને દાવેદારી કરી રહ્યાં છે તે બાયડ બેઠક પર 1,18,848 પુરૂષ મતદારો અને 1,12,337 મહિલા ઉમેદવારો મતદાનનો ઉપયોગ કરશે. જ્યારે બાયડ બેઠક પર 260 કેન્દ્ર પર મતદાન યોજાવા જઇ રહ્યું છે. જેમાં 81 મતદાન મથક પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP DhavalSinh Zala Gujarat By-Election by election by-election 2019 congress gujarat કોંગ્રેસ ગુજરાત ધવલસિંહ ઝાલા પેટાચૂંટણી ભાજપ By Election

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ