બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઠાકોર સમાજના કલાકારોને વિધાનસભામાં આમંત્રિત ન કરાતા વિક્રમ ઠાકોરે કાઢ્યો બળાપો

નારાજ / ઠાકોર સમાજના કલાકારોને વિધાનસભામાં આમંત્રિત ન કરાતા વિક્રમ ઠાકોરે કાઢ્યો બળાપો

Last Updated: 06:07 PM, 13 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ-વિદેશમાં જઈ ગુજરાતનું નામ રોશન કરનાર ગુજરાતનાં ખ્યાતનામ કલાકારોએ તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈ ગૃહમાં ચાલતી કામગીરી માહિતીથી વાકેફ થયા હતા. જેમાં કોઈ ઠાકોર કલાકારને બોલાવવામાં ન આવતા આ બાબતે કલાકાર વિક્રમ ઠાકોરનો નારાજગી વ્યક્ત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું. તે દરમ્યાન ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કલાકારોને વિધાનસભાની મુલાકાત માટે નિમંત્રણ પાઠવ્યું હતું. જેને માન આપી ગુજરાતનાં અનેક ખ્યાતનામ કલાકારો ભીખુદાન ગઢવી, ગીતા રબારી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી સહિતનાં કલાકારોએ ગુજરાતન વિધાનસભા ગૃહની મુલાકાત લીધી હતી. તેમજ આ મુલાકાત દરમ્યાન તેઓ વિધાનસભા ગૃહમાં ચાલતી કામગીરીની માહિતી મેળવી હતી. જેમાં કોઈ ઠાકોર કલાકારને બોલાવવામાં ન આવતા આ બાબતે ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર દ્વારા નારાજગી વ્યક્ત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયોમાં વિક્રમ ઠાકોરે કલાકારોને વિધાનસભામાં બોલાવવા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, કેટલાક કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા હતા. ત્યારે હવે કલાકારોનાં અલગ અલગ ગ્રુપ બની ગયા છે. મને ના બોલાવ્યો એનો વાંધો નહી. પરંતું બીજા ઘણા ઠાકોર સમાજનાં સારા કલાકાર છે એમને બાકાત રખાયા હતા. ઠાકોર સમાજનાં નેતાઓએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ. ઠાકોર સમાજનાં નેતા નવઘણજી ઠાકોર સાથે ઈન્સ્ટા લાઈવમાં વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.

વધુ વાંચોઃ અંબાલાલ પટેલની ટાઢક આપતી આગાહી, આ તારીખથી ગરમીમાંથી મળશે રાહત

ક્યાં ક્યાં કલાકારોએ વિધાનસભા ગૃહની મુલાકાત લીધી

તા. 10 માર્ચનાં રોજ વિધાનસભાનાં અધ્યક્ષનાં નિમંત્રણને માન આપીને કલાકારો ગુજરાત વિધાનસભાની કામગીરી નિહાળવા પહોંચ્યા હતા.જેમાં ભીખુદાન ગઢવી, ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, જિજ્ઞેશ કવિરાજ સહિતના કલાકારો ગૃહમાં બેસી કાર્યવાહી નિહાળી હતી. તેમજ આ તમામ કલાકારો ગૃહમાં ત્રણથી વધુ કલાક રોકાયા હતા. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ તેમજ ધારાસભ્યોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમજ સાથે બેસીને લંચ પણ લીધું હતુ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Artists Assembly Visit vikram-thakor-statement Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ