બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Gujarat assembly elections will be held in two phases, see the polling for which seats will be held in which phase

ઇલેક્શન 2022 / બે તબક્કામાં યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી, જુઓ કઇ-કઇ બેઠક માટે કયા તબક્કામાં યોજાશે મતદાન

Priyakant

Last Updated: 01:24 PM, 3 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, સોરાષ્ટ્ર-કચ્છ અને દ. ગુજરાતમાં 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કામાં મતદાન, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કામાં મતદાન

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે 
  • સોરાષ્ટ્ર-કચ્છ અને દ. ગુજરાતમાં 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કામાં મતદાન
  • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કામાં મતદાન
  • પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર
  • બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી જેની રાહ જોવાઇ રહી હતી તેનો આજે અંત આવી ગયો છે. આજે ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી 1 અને 5 ડિસેમ્બરે તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે  છે. જેને લઈ 5 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે તો 17 નવેમ્બર સુધી  ઉમેદવારી પરત ખેંચી શકાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે છે.  બીજા તબક્કા માટે નામાંકન દાખલ કરવાની તારીખ 17 નવેમ્બર છે. તો બીજા તબક્કા માટે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે. જોકે પ્રથમ અને બીજા તબક્કા બંનેની મતગણતરી 8 ડિસેમ્બરે જ યોજાશે. મહત્વનું છે કે, પહેલા તબક્કામાં 19 જિલ્લામાં  કુલ 89 બેઠકો પર  મતદાન થશે. આ સાથે બીજા તબક્કામાં 14 જિલ્લામાં  93 બેઠકો પર મતદાન થશે. 

પ્રથમ તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ? 

કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ

બીજા તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ? 

અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા

મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.

કોઈપણ મતદાર માત્ર ફોન દ્વારા જ ફરિયાદ કરી શકશે

મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર, જો કોઈ મતદાર ફરિયાદ કરવા માંગે છે. જો તે કોઈપણ ઉમેદવાર કે પક્ષથી પ્રભાવિત હોય તો તે મોબાઈલ ફોન દ્વારા સીધી ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે. ફરિયાદની 60 મિનિટમાં એક ટીમ બનાવીને 100 મિનિટમાં ફરિયાદ ઉકેલવામાં આવશે.

Gujarat Elections 2022ને લઇ ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ

ગુજરાતમાં આ વખતે 4.9 કરોડ મતદાતાઓ કરશે મતદાન
ગુજરાતમાં આ વખતે 51,782 મતદાન કેન્દ્રો
4.6 લાખ લોકો કરશે પ્રથમ વાર મતદાન
મહિલાઓ માટે 1274 મતદાન કેન્દ્રો હશે
દિવ્યાંગો માટે 182 વિશેષ મતદાન કેન્દ્રો હશે
50 ટકા મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગ વ્યવસ્થા હશે
જનરલ કેટેગરીમાં આ વખતે હશે 142 બેઠકો
અનુસૂચિત જાતિની કેટેગરીમાં હશે 13 બેઠક
અનુસૂચિત જનજાતિની કેટેગરીમાં હશે 27 બેઠક

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ