ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અરવલ્લીમાં છોટા હાથી લઈને ચોરી કરવા આવ્યાં, જીવંત તારથી કરંટ લાગતા 2 શખ્સો ભડથું

ગુજરાત / અરવલ્લીમાં છોટા હાથી લઈને ચોરી કરવા આવ્યાં, જીવંત તારથી કરંટ લાગતા 2 શખ્સો ભડથું

Published By: Jay Bhatt

Last Updated: 11:05 AM, 25 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં અરવલ્લીમાં એક ચકચારી ઘટના બની છે, જેની ચર્ચા રાજ્યભરમાં થઈ રહી છે. ઘટનામાં બે લોકોના મોત થયા હતા.

ADVERTISEMENT

Gujarat: અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેસાવાડા ગામ નજીક આજે (25 નવેમ્બર 2025) એક કરુણ અને સનસનાટીપૂર્ણ ઘટના બની છે, જેમાં બે વ્યક્તિ જીવતા તારને અડી જતાં કરંટથી મોત થયું હતું. આ ઝાટકો એટલો મોટો હતો કે જીવતા જ બંન્ને ભડથું થઈ ગયા હતા.

મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, ધનસુરાના ભેસાવાડા ગામ નજીક આવેલા સાકરી પુલ પાસે આ ઘટના બની હતી. ગામલોકોના જણાવ્યા મુજબ, બે અજાણ્યા શખ્સો એક છોટા હાથી (મિનિ ટ્રક) વાહન લઈને આ વિસ્તારમાં આવ્યા હતા. તેઓ વીજપોલના જીવંત તારના સંપર્કમાં આવી ગયા હતા. વીજ કરંટ લાગતા બંને શખ્સોના ઘટનાસ્થળે જ કરુણ અને દર્દનાક મોત નીપજ્યા હતા અને તેમના મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હતા.

vtv app promotion

સ્થાનિકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા

આ બનાવની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે આ બંને શખ્સો અહીં કોઈ પ્રકારની ચોરીના ઇરાદે આવ્યા હતા, કદાચ વીજળી સંબંધિત સાધનો કે અન્ય વસ્તુઓની ચોરી કરવાનો તેમનો હેતુ હોઈ શકે છે.

વધુ વાંચો : હવે ભયંકર વાવાઝોડા 'સેન્યાર'નો ખતરો, આ દિવસે ત્રાટકશે, IMD નું મોટું એલર્ટ

પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને મૃતકોની ઓળખ કરવા અને તેમના અહીં આવવાના ચોક્કસ ઇરાદાની તપાસ શરૂ કરી છે.પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ગ્રામજનોમાં ચકચાર જગાવી દીધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat two man died by electrocuted Aravalli news

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ